Narendra Modi Stadiumમાં રમાનારી India-Pak મેચને ધ્યાનમાં રાખી રાત્રે દોડાવાશે AMTS-BRTS Bus, જાણો શું કરાઈ છે વ્યવસ્થા?


  • Published By :
  • Published Date : 2023-10-13 09:44:55

14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ યોજાવાની છે. બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ક્રિકેટને લઈ ક્રિકેટ ફેન્સમાં અલગ જ ઉત્સાહ છે. આ મેચને જોવા લાખો પ્રેક્ષકો આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મેચમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવશે તે સંભાવનાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત પાકિસ્તાન મેચને ધ્યાનમાં રાખી વિશેષ એએમટીએસ તેમજ બીઆરટીએસ બસ ફાળવવામાં આવી છે. સવારના 8 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી આ બસ સેવાઓ ચાલુ રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ પૂરી થયા બાદ શહેરમાં કોઈ પણ સ્થળે પહોંચવા માટે રૂપિયા 20 ભાડુ નક્કી કરવામાં આવ્યું છે..

Narendra Modi Stadium - Narendra Modi Stadium

Narendra Modi Stadium: History, Capacity, Events & Significance

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકની ટીમ વચ્ચે થશે ટક્કર 

જ્યારે જ્યારે ભારત પાકિસ્તાનની મેચ યોજાવાની હોય ત્યારે ક્રિકેટ ફેન્સમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. અનેક લોકો તો એવા હોય છે ભલે મેચમાં ખબર ન પડતી હોય પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ છે તે માટે મેચ તો જોવી પડે તેવું માનતા હોય છે. લોકોમાં અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. બંને ટીમ વચ્ચે યોજાનારી મેચને લઈ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સુરક્ષા બળોનો કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે. સ્ટેડિયમની આસપાસ પોલીસને તૈનાત કરવામાં આવી છે. 

India vs Pakistan: Reliving all 7 previous IND vs PAK World Cup showdowns |  Cricket - Hindustan Times

Home | Amdavad Municipal Transport Services

એએમટીએસ બસોને મેચને ધ્યાનમાં રાખી દોડાવાશે    

મેચને ધ્યાનમાં રાખી વિશેષ ટ્રેનો તો દોડાવવામાં આવી છે. ટ્રેનનું બુકિંગ શરૂ થતાં જ ફૂલ થઈ ગઈ હતી. વેઈટિંગ હતું. આ મેચને જોવા દૂર દૂરથી દર્શકો આવી રહ્યા છે. અમદાવાદની હોટલો ફૂલ થઈ ગઈ છે. ત્યારે સ્ટેડિયમ સુધી પહોંચવામાં દર્શકોને કોઈ અગવડ ન પડે તે માટે એએમસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને ધ્યાનમાં રાખી એ.એમ.ટી.એસની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સટ્રા બસ દોડાવવામા આવશે. પૂર્વ તેમજ પશ્ચિમ એમ બંનેના કુલ મળીને પાંચ પોઈન્ટ પર 50 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. 

Ahmedabad: Two brothers crushed to death by BRTS bus | Ahmedabad News -  Times of India

 બીઆરટીએસ બસ પણ રાત્રે ચલાવાશે 

ઉપરાંત બીઆરટીએસ બસની સુવિધા પણ કરવામાં આવી છે. બીઆરટીએસની 22 જેટલી એક્સ્ટ્રા બસ રૂટ ઉપરાંત દોડાવવામાં આવશે. અમદાવાદ જનમાર્ગ દ્વારા હયાતરુટની ૪૫ બસ ઉપરાંત ૨૨ એકસ્ટ્રા બસ સાથે કુલ ૬૭ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી લોકોને મુકવા અને પરત લાવવા માટે રાત્રિના ૧ વાગ્યા સુધી બસ દોડાવામાં આવશે. એ.એમ.ટી.એસ.ની રુટની ૬૯ ઉપરાંત નાઈટની પચાસ બસ મળી કુલ ૧૧૯ બસ વિશ્વકપની મેચ માટે ફાળવવામાં આવી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.