અમદાવાદની ઓળખસમી AMTSનું પણ હવે ખાનગીકરણ થશે, 71 બસ કોન્ટ્રાક્ટરોને હવાલે કરવાની દરખાસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 15:31:51

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) હવે અમદાવાદ પ્રાઈવેટ ઓપરેટર સર્વિસ બની જશે. AMTSદ્વારા લેવામાં આવેલી 71 આઈસર બસ આઠ વર્ષના સમય માટે ભાજપના મળતીયા કોન્ટ્રાકટરોને હવાલે કરી દેવાની દરખાસ્ત એ.એમ.ટી.એસ.ની મળનારી કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામા આવી છે. 


AMTS કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી


AMTSકમિટીની મળનારી બેઠકમાં 71 આઈસર બસ માટે પ્રથમ લોએસ્ટ પાર્ટી તરીકે ટાંક બસ ઓપરેશન પ્રા.લી.ને 36 બસ રુપિયા 37.26 પૈસા પ્રતિ કિલોમીટરના દરથી, મેસર્સ આદિનાથ બ્લક પ્રા.લી.ને ૩૫ બસ તથા ટાટાની 47 બસ ટાંક બસ ઓપરેશન પ્રા.લી.ને પ્રતિ કિલોમીટર 38.50 પૈસાના દરથી આઠ વર્ષ માટે કામ કરવા સહમત હોય તો અને પ્રથમ લોએસ્ટ સહમત ના હોય તો બીજી લોએસ્ટ પાર્ટી અહર્મ ટ્રાન્સપોર્ટેશન પ્રા.લી.ને પ્રથમ લો એસ્ટના ભાવે આઠ વર્ષ માટે પ્રથમ લોએસ્ટ પાર્ટી તરીકે આપવા દરખાસ્ત મંજુરી માટે મુકવામા આવી છે. ટાંકના ટેન્ડરમાં કંડકટરના પગાર તરીકે છ વર્ષ માટે પ્રતિ કિલોમીટર 4.50 પૈસા તથા આઠ વર્ષ માટે પ્રતિ કિલોમીટર 4.80 પૈસા દર્શાવેલ છે. જે પ્રાઈવેટ ઓપરેટરોને ઓછું પેમેન્ટ કરવાનુ રહેશે તથા કંડકટરની પેનલ્ટી વસૂલ ન કરવા મ્યુનિસિપલ બોર્ડની મંજુરી પણ મેળવવામા આવશે.


અમદાવાદ મ્યુનિ પર 3550 કરોડનું જંગી દેવું 


કોરોના કાળમાં 80 દિવસ સુધી શહેરના રોડ ઉપર એક પણ મ્યુનિ.બસ દોડી નહોતી. આમ છતાં કોન્ટ્રાકટરોને ત્રીસ ટકા લેખે આઠ થી દસ કરોડ જેટલી માતબર રકમ સત્તાધીશોની મંજુરીથી આપવામા આવી હતી. હાલમાં એએમટીએસને માથે અમદાવાદ મ્યુનિ.ની લોનનું 3550 કરોડનું જંગી દેવું છે એ ભરપાઈ થઈ શકતું નથી ત્યારે આ સેવા ખાનગી ઓપરેટરોના હાથમાં ચાલી જશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.