GCMMFના MD પદેથી આર એસ સોઢીની હકાલપટ્ટી, જયેન મહેતા બન્યા ઈન્ચાર્જ MD,સહકારી ક્ષેત્રે ખળભળાટ


  • Published By :
  • Published Date : 2023-01-09 19:20:34

ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટિંગ સંસ્થા GCMMFએ મહત્વનો નિર્ણય લેતા સંસ્થાના એમ ડી પદેથી આર એસ સોઢીની હકાલપટ્ટી કરી છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ તેની લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. સોઢીના રાજીનામું માગવા પાછળનું કારણ હજુ અકબંધ છે. જો કે આર.એસ. સોઢીની હકાલપટ્ટીથી સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.


ચાર દાયકાના શાસનનો અંત


GCMMFના મેનેજીંગ ડાયરેક્ટર આર એસ સોઢીને તાત્કાલીક ધોરણે પદ પરથી હટાવી દેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આજે સોમવારે ફેડરેશનની બોર્ડ મીટિંગમાં કરવામાં આવેલા એક ઠરાવ પ્રમાણે હવે સોઢીને તાત્કાલીક ધોરણે પદ પરથી હટવાની સુચના આપી છે. તેમના સ્થાને હાલ GCMMFના COO (Chief Operating Officer)જયેન મહેતાને ઈન્ચાર્જ એમડી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સોઢીની હકાલપટ્ટી સાથે જ અમૂલમાં તેમના ચાર દાયકાના શાસનનો અંત આવ્યો છે.


જયેન મહેતા કોણ છે?

 

આર એસ સોઢીના અનુગામી બનેલા જયેન મહેતા 31 વર્ષથી અમૂલ સાથે જોડાયેલા છે. હાલ GCMMFના COO જયેન મહેતાને મેનેજિંગ ડાયરેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જયેન મહેતાને ગત 2022 ના ફેબ્રુઆરી મહિનામાં GCMMFના COO પ્રમોટ કરાયા હતા. લગભગ એક વર્ષ બાદ તેમને GCMMFના એમડીનો ચાર્જ સોંપાયો છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીથી ગોલ્ડ મેડાલિસ્ટ છે. જયેન મહેતા GCMMF માં સિનિયર જનરલ મેનેજર તરીકે કાર્યરત હતા. તેમને ગત ફેબ્રુઆરી મહિનામાં ભારતની સૌથી મોટી સહકારી સંસ્થાના સીઓઓ તરીકે પ્રમોટ કરાયા હતા. તેઓ આ પહેલા પ્લાનિંગ અને માર્કેટિંગમાં કાર્યરત હતા. GCMMF બોર્ડની 31 જાન્યુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે જયેન મહેતાને COO તરીકે પ્રમોટ કરવાનો નિર્ણય લેવાયો હતો. જયેન મહેતાને આ સિનિયર જનરલ મેનેજર (પ્લાનિંગ અને માર્કેટિંગ), જીસીએમએમએફ (અમૂલ) ને ‘માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે