Ahmedabad-Rajkot હાઈવે પર બે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ઘટનાસ્થળ પર થયા આટલા લોકોના કમકમાટીભર્યા મોત!


  • Published By :
  • Published Date : 2023-12-14 15:51:56

છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે. અલગ અલગ અકસ્માતોને કારણે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હશે. ગઈકાલે જ પાટણમાં એક અકસ્માત થયો જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. પ્રસંગમાં પરિવાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર અચાનક જાનવર આવી ગયો જેને કારણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને પાણી ભરેલા ખાડામાં પડી ગઈ અને આ દુર્ઘટના સર્જાઈ. ત્યારે આજે પણ એક અકસ્માત રાજકોટ અમદાવાદ હાઈવે પર સર્જાયો છે જેમાં બે ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે અને ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા છે. 

rajkot-ahmedabad-highway-accident-3-people-died-and-other-injured-in-truck-and-two-cars-accident-249073

બે ગાડી અને ટ્રક વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર 

હાઈ-વે અનેક વખત આપણે લોકોને બેફામ રીતે વાહન ચલાવતા જોયા હશે. રસ્તા પર લોકો સ્ટંટ કરતા પણ દેખાય છે. સ્ટંટ કરતા લોકો ન માત્ર પોતાના જીવનને જોખમમાં નાખે છે પરંતુ બીજાના જીવ પર પણ સંકટ ઉભું કરે છે. અનેક એવા વીડિયો આપણી સામે છે જેમાં સ્ટંટ કરતા લોકો દેખાય છે. અકસ્માતો આને કારણે પણ સર્જાય છે પરંતુ બીજા અનેક કારણો હોય છે જેને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બે કાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં 3 લોકોના મોત ઘટનાસ્થળ પર થયા છે. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારના કૂરચે કૂરચા ઉડી ગયા હતા. મળતી માહિતી અનુસાર માલિસણા ગામ પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. 


ઘટનાસ્થળ પર થયાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત!

જે ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો છે તેમાની એક ગાડી સુરેન્દ્રનગર પાસિંગની હતી જ્યારે બીજી ગાડી રાજકોટ પાસિંગની હતી તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. આ ભયંકર અકસ્માત વહેલી સવારે થયો હતો. આ એટલો ભયંકર અકસ્માત હતો કે દરવાજા તોડીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. મળતી માહિતી અનુસાર ટ્રકે પહેલા બ્રેક મારી અને પછી બે કાર પાછળ ઘૂસી ગઈ. પાછળથી ડમ્પર અથડાયું અને બંને ગાડીનું પડીકું વળી ગયું. આ ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણથી ચાર લોકોના મોત થઈ ગયા છે.

       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.