Surendranagar પાસે સર્જાયો અકસ્માત, ગાડી અને ટ્રક વચ્ચે ટક્કર થતા એક જ ગામના ચાર લોકોના થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-07 11:50:07

ગુજરાતમાં પ્રતિદિન એવી અકસ્માતની ઘટના બને છે જેમાં લોકોના મોત થતા હોય છે. અકસ્માતો તો બને છે પરંતુ અનેક વખત તેમાં જાનહાની થઈ હોય તેવા સમાચાર નથી આવતા. પરંતુ છેલ્લા થોડા સમયથી એવા અકસ્માતો બની રહ્યા છે જેમાં લોકો મોતને ભેટી રહ્યા છે. બેફામ રીતે ગાડી ચલાવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે એક્સિડન્ટ થાય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં એક ગંભીર અકસ્માત થયો છે જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે જ્યારે બે જેટલા લોકો ઘાયલ છે.

In Surendranagar, driver lost control, car collided with eicher, four killed, two injured સુરેન્દ્રનગરમાં ચાલેક કાબુ ગુમાવતા કાર આઈસર સાથે અથડાઈ, ચારના મોત, બે ઘાયલ


સુરેન્દ્રનગરમાં બની અકસ્માતની ઘટના 

રાજ્યમાં અનેક પરિવારો એવા હશે જેમણે અકસ્માતમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે. અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં મૃતકની કોઈ ભૂલ નથી હોતી તો પણ તે અકસ્માતનો ભોગ બને છે. કોઈ બીજાના ભૂલની સજા તેને ભોગવવી પડે છે. અકસ્માતોની સંખ્યામાં અનેક ઘણો વધારો નોંધાયો છે. રાજ્યમાં વાહનચાલકો બેફામ બની વાહનચલાવતા હોય તેવું લાગે છે. અનેક દિવસોથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વધુ એક ભયંકર અકસ્માત સુરેન્દ્રનગર હાઈવે પાસે સર્જાયો છે તેવી માહિતી સામે આવી છે.  

 સુરેન્દ્રનગર: અમદાવાદ કરછ હાઈવે પર આઈશર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. ગાડીમાં સવાર લોકો હળવદ તાલુકાના હોવાનું સામે આવ્યુ છે. તેઓ ધ્રાંગધ્રાના એક ગામમાં પ્રસંગ પતાવીને ઘરે ફરી રહ્યા હતા. આ અકસ્માતની જાણ પરિવારને થતા શોકનો માહોલ છવાઇ ગયો છે.

 આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રા બાયપાસ કુડા ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

ડિવાઈડર સાથે અથડાઈ જતા કાર પલટી અને બીજી બાજુ ફેંકાઈ

આ અકસ્માત ધ્રાંગધ્રા બાયપાસ પાસે સર્જાયો છે. અકસ્માતમાં કાર ચાલકે સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી કાર પલટી ડીવાઈડરની બીજી સાઈડ ઉપર જઈ આઇસર સાથે અથડાઈ હતી. એ અકસ્માત એટલો ભયંકર હતો કે આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર છે. એવી પણ માહિતી સામે આવી કે ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા જ્યારે એક વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થયું છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તે હળવદના રહેવાસી હતા. તમામ મૃતકોની ઉંમર 20ની આસપાસ હતી.

 આ સાથે અન્ય ત્રણ લોકો સારવાર હેઠળ છે. તેમને અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. તેમની પણ હાલત હાલ ગંભીર છે તેમ જણાવવામાં આવ્યુ છે.

 ધ્રાંગધ્રાના એક ગામમાં પ્રસંગ હતો જ્યાં હળવદ તાલુકાના ગામના પરિવારના આ સભ્યો પ્રસંગ પતાવીને પરત આવી રહ્યા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં બની હતી હિટ એન્ડ રનની ઘટના  

મહત્વનું છે કે અનેક એવા વીડિયો સામે આવતા હોય છે દિલને હચમચાવી દે તેવા હોય છે. અનેક કિસ્સાઓમાં સદનસીબે લોકોના જીવ બચે છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં થોડા દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે. તે બાદ તો આવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં લોકો મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. બેફામ રીતે વાહનચાલકો પર લગામ ક્યારે આવશે તે એક સવાલ છે.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."