પાટણ નજીક લકઝરી બસ પલટી જતા સર્જાયો અકસ્માત, 20થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-05 09:44:23

શનિવારની વહેલી સવારે પાટણ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં લકઝરી બસ પલટી જતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાપીથી રાજસ્થાન જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. જેમાં 20થી વધું લોકોને ઈજા પહોંચી છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 


બસ પલટી જતા સર્જાયો અકસ્માત 

લોકો રાત્રીના દરમિયાન સફર કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ઘણી વખત ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતા અકસ્માત સર્જાતા હોય છે. આ બસનો સિદ્ધપુરના તાવડિયા ચાર રસ્તા પાસે અકસ્માત થયો છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું. જેને કારણે બસ પલટી જાય છે. ઘટનાના સિસિટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બસ પૂરપાટ ઝડપે ચાલી રહી હતી. ઊંઘ આવવાને કારણે બસ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ પલટી ખાઈ ગઈ. 


તમામ લોકોને સારવાર અર્થે ખસેડાયા

બસ પલટી જતા બસમાં સવાર અનેક લોકોને ઈજાઓ પહોંચી છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા ઈજાગ્રસ્તોને સિદ્ધપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં અંદાજીત 22 જેટલા લોકોને ઈજા પહોંચી છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. હાઈવે પર અકસ્માત થવાને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

અનેક લોકો અકસ્માતમાં ગુમાવે છે પોતાનો જીવ 

આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં પણ બની હતી. તેમાં પણ ડ્રાઈવરને ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. રાત્રીના સમયે ગાડી ચલાવતા ડ્રાઈવરને ઊંઘ આવી જતા દુર્ઘટના સર્જાતી હોય છે. જેને કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.



શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.