દારૂના અડ્ડા પર જાગૃત નાગરિકે કરી રેડ! Adv. Mehul Bogharaએ શેર કર્યો વીડિયો, રેડ દરમિયાન કર્યું ફેસબુક લાઈવ, જોવા મળી દારૂની રેલમછેલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-18 15:06:47

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે તે આપણે જાણીએ છીએ પરંતુ તેનો કેટલો અમલ થાય છે તે પણ આપણી નજરોની સામે છે. અનેક એવા કિસ્સાઓ, અનેક એવા વીડિયો અવાર-નવાર સામે આવતા હોય છે જે દારૂબંધીની પોલ ખોલતા હોય છે. દારૂ બંધીની શું વાસ્તવિક્તા છે તે આપણે સૌ જાણીએ છીએ. અવાર-નવાર આપણી સામે એવા વીડિયો, એવી ઘટનાઓ સામે આવતી રહે છે જે દારૂબંધીના દાવાને પોકળ સાબિત કરે છે. એડવોકેટ મેહૂલ બોઘરાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક જાગૃત નાગરિકે દારૂના અડ્ડા પર રેડ પાડી હતી. દારૂબંધીની વાતો વચ્ચે દારૂની રેલમ છેલ જોવા મળી હતી. જ્યારે રેડ કરવામાં આવી ત્યારે ત્યાંથી મોટા જથ્થામાં દારૂ મળી આવ્યો હતો. 

જાગૃત નાગરિકે કરી દારૂના અડ્ડા પર રેડ 

એડવોકેટ મેહુલ બોઘરા અનેક વખત અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી એક વખત મેહુલ બોઘરા ચર્ચામાં આવ્યા છે.સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ અને વીડિયો શેર કર્યો છે જે ગુજરાતમાં  કેટલી દારૂબંધી છે તેની પોલ ખોલી દે છે. દારૂના અડ્ડા પર એક જાગૃત નાગરિકે રેડ પાડી હતી. અને આ રેડનું જીવંત પ્રસારણ એક નાગરિક દ્વારા કરવામાં આવ્યું હતું. અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયેશ ગુર્જર નામના વ્યક્તિએ દારૂના અડ્ડા પર રેડ કરી હતી. આ રેડનું લાઈવ પ્રસારણ તેમણે ફેસબુક પર કર્યું હતું. અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિચંપાની સામે, બીએસપીએસ મંદિરની બાજુમાં ધામધૂમથી ચાલતા દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી. 


ફેસબુક લાઈવમાં જોવા મળી દારૂની રેલમછેલ! 

જે જાગૃત્ત નાગરિક દ્વારા આ રેડ પાડવામાં આવી હતી તેમણે આ રેડનું લાઈવ ફેસબુક પર કર્યું છે. આ રેડ દરમિયાન ઘટના સ્થળ પર હજારોની કિંમતનો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ 10 મિનીટનો સમય વિત્યો પરંતુ પોલીસ કર્મી ત્યાં આવ્યા ન હતા. પોલીસ કર્મચારી સ્થળ પર હાજર થયા ન થયા લાઈવના અંતમાં જાગૃત નાગરિક પર હુમલો કરવામાં આવ્યો હતો. 


જે કામ પોલીસને કરવું જોઈએ તે કામ સામાન્ય જનતા કરી રહી છે!

મહત્વનું છે કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં પોલીસને ખબર હોય છે કે દારૂનો અડ્ડો ચાલતો હોય છે પરંતુ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસને જાણ હોવા છતાંય દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવતી નથી.પોલીસને અનેક વખત લોકો જાણ પણ કરતા હોય છે કે આ જગ્યા પર દારૂ મળે છે પરંતુ તે બાદ પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.  રેડ કરી સામાન્ય નાગરિક જનતા દારૂનો નાશ કરે છે. મહત્વનું છે જે કામ પોલીસને કરવાનું હોય તે કામ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાઓ રણચંડી બનીને દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. દારૂનો નાશ થતાં રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. 



પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..

ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..