ભારતમાં નફરતનું વાતાવરણ હાવી થઈ ગયું છેઃ સુપ્રીમ કૉર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 21:09:36

ધાર્મિક બાબતો સંવેદનશીલ હોય છે. આપણે પણ આમ તો પહેલેથી જ આવી બાબતો પર સંવેદનશીલ જ જોવા મળ્યા છીએ. દેશમાં થોડા સમયથી જે માહોલ ઉભો કરવામાં આવ્યો છે તે દુઃખદાયક છે. લોકો જાહેર મંચો પરથી નફરત ફેલાવનારા ભાષણો બેફામ બોલી રહ્યા છે ત્યારે  દેશની સર્વોચ્ચ અદાલતે કડક વલણ સાથે હેટ સ્પીચ મામલે આગળ આવી હતી. સુપ્રીમ કૉર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્લી પોલીસને હેટ સ્પીચ મામલે નોટીસ ફટકારી પૂછ્યું હતું કે હેટ સ્પીચના કેસ વધી રહ્યા છે તો તમે મામલે શું કામગીરી કરી રહ્યા છે. 


પોલીસને સુપ્રીમ કોર્ટે કહ્યું સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરો

સર્વોચ્ચ ન્યાયાલયે હેટ સ્પીચ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે હેટ સ્પીચના કેસ ખૂબ જ ગંભીર હોય છે. દેશમાં હેટ સ્પીચ મામલે સજા હોવા છતાં લોકો ખુલ્લે આમ હેટ સ્પીચ ફેલાવી રહ્યા છે. ધાર્મિક બાબતો ધ્યાનમાં લીધા વગર કાર્યવાહી કરવાની રહેશે. આ 21મી સદી હોવા છતાં નફરત ભર્યા ભાષણો લોકો અને નેતાઓ બેફામ અને ખુલ્લેઆમ કરી રહ્યા છે. અરજદારે મુસ્લીમો સામે ટીપ્પણી કરનારાઓને UAPA હેઠળ સજા કરવાની માગ કરી હતી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.