દુઃખનું આભ ફાટ્યું, આંખ સામે જ પરિવારના 7 લોકો ડૂબ્યા


  • Published By :
  • Published Date : 2022-10-31 18:30:31

મોરબીમાં માતમ છવાયો

મોરબીમાં ગઈકાલે ઝૂલતો પુલ પર મોતનો તાંડવ જોવા મળ્યો હતો.જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.એવામાં આરીફશા નૂરશા શાહમદાર કે જેમના ઘરના 8 લોકો ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા. તેમાંથી તેમના પત્ની અને 5 વર્ષીય દીકરાનો મૃતદેહ સવારે મળ્યા હતાં ત્યારે બાદ પાંચ લોકના મૃતદેહ મળ્યા હતાં. આઠ લોકો ફરવા ગયા જેમાંથી એક જ પરિવારના સાત લોકોના મોત થયાં છે. જે પરિવાર માથે આભ ફાટ્યું છે.

 


એક જ પરિવારના 7 લોકોના મોત

અમારી ટીમે આ પરિવારની મુલાકાત લીધી મોરબીની ગોઝારી ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે મોરબીના ભુઈવાડા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. મોરબીના ભુઈવાડા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 8 લોકો ઝૂલતા પુલ પર ગયા હતા.અને પુલ તૂટવાના કારણે 7 લોકો નદીમાં ખાબક્યા હતા. જ્યારે એક મહિલા તૂટેલા ઝુલા પર લટકી ગયા હતા. જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. એક જ પરિવારના 7 લોકોના મોત થતા પરિવાર પર દુ:ખનું આભ ફાટ્યું છે માસુમ બાળકો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા અહીં


 

મોરબીમા સન્નાટો છવાયો

મોરબીમાં આજે સન્નાટો છવાયો છે ધમધમતા મોરબી શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અહીં માત્ર રડવાના અવાજો સંભળાઈ રહ્યા છે અહીં કોઈએ ઘરના મોભી ગુમાવ્યા છે તો કોઈએ પોતાના વહાલસોયા નાના બાળકો અહીં દરેકના હ્ર્દયમાં દર્દ છે અને આંખોમાં આંસુનો દરિયો મોરબીના દર્શ્યો યાદ કરતા જ રુવાડા ઉભા થઇ જાય....



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે