OMG! સ્કૂલ બસમાંથી નીકળ્યો સાડા અગિયાર ફૂટ લાંબો અજગર, ડ્રાઈવર-કંડક્ટર ભાગી ગયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 10:53:03

રવિવાર હોવાથી તમામ બસો ઉભી હતી. તેમનું સફાઈ કામ ચાલતું હતું. દરમિયાન બસની અંદર સીટ નીચે એક અજગર જોવા મળ્યો હતો. બસમાં વિશાળકાય અજગરને જોઈને હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગના અધિકારીઓએ આવીને અજગરને રેસ્ક્યુ કર્યો હતો અને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો.


રવિવારે યુપીના રાયબરેલીમાં રાયન ઈન્ટરનેશનલ સ્કૂલની બસમાં એક અજગર જોવા મળ્યો હતો. આ વાતની જાણ થતા શાળાના બસ ચાલકો ચોંકી ઉઠ્યા હતા. આ પછી બસ ડ્રાઇવરોએ પોલીસને જાણ કરી, પ્રશાસનને આ માહિતી મળતા જ સિટી મેજિસ્ટ્રેટ અને સદર સીઓ સહિત વન વિભાગના કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને અજગરને બસમાંથી બહાર કાઢ્યો. અજગરને પકડ્યા બાદ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અજગર લગભગ સાડા અગિયાર ફૂટ લાંબો અને 80 કિલો વજનનો હતો.


રજાના દિવસે સફાઈ દરમિયાન સ્કૂલ બસમાં અજગર ઘૂસી ગયો

રવિવારે રજાનો દિવસ હોવાથી તમામ સ્કૂલ બસો ઉભી રહી હતી. નજીકના ગામ પાસે એક સ્કૂલ બસ ઉભી હતી. રવિવાર હોવાથી સવારથી જ બસોની સફાઈ અને સમારકામની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ગામ પાસે ઉભેલી બસમાં વિશાળ અજગરને ચડતો ગ્રામજનોએ જોયો હતો. અજગર બસમાં ઘુસી ગયો અને સીટ નીચે બેસી ગયો. જે બાદ નાસભાગ મચી ગઈ હતી. આ બાબતની જાણ શાળાના વહીવટી તંત્રને કરવામાં આવી હતી.


વનવિભાગે એક કલાકની જહેમત બાદ અજગરનું રેસ્ક્યું કર્યું

સ્કૂલ મેનેજમેન્ટે આ અંગે જિલ્લા પ્રશાસનને જાણ કરી હતી. જે બાદ મ્યુનિસિપલ મેજિસ્ટ્રેટ પલ્લવી મિશ્રા, સીઓ સિટી બંદના સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે વન વિભાગના અધિકારીઓને જાણ કરી અને વિભાગની ટીમને બોલાવી. જે બાદ વન વિભાગના કર્મચારીઓએ એક કલાકની જહેમત બાદ બસમાંથી અજગરને પકડી લીધો હતો. સિટી મેજિસ્ટ્રેટે કહ્યું કે આ અજગરને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.