રસ્તાના નિર્માણ દરમિયાન થતાં ભ્રષ્ટાચારનો નમુનો આવ્યો સામે! સોશિયલ મીડિયા પર વીડિયો થઈ રહ્યો છે વાયરલ! શું તમે જોયો વીડિયો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-31 17:06:30

દેશની અર્થવ્યવસ્થામાં રોડ સૌથી મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. જો રોડ સારા હોય તો દેશની પ્રગતિને વેગ મળતો હોય છે તેવી વાત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપૈયી માનતા હતા. ત્યારે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવેલા માલ સામાનની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠતા હોય છે. અનેક વખત ભ્રષ્ટાચારના આરોપો લગાવામાં આવતા હોય છે.  ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તાને લોકો પથારીની ચાદરની જેમ ઉઠાવી રહ્યા છે.

     

  

રસ્તાને લોકોએ હાથમાં ઉઠાવ્યો!   

વરસાદ દરમિયાન રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે જુહાપુરામાં ભૂવો પડ્યો હતો. ગયા વર્ષે જે જગ્યા પર ભૂવો પડ્યો હતો એ જ જગ્યા પર આ વખતે પણ સામાન્ય વરસાદમાં ભૂવો પડ્યો છે. આ વાતને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તાને લોકો ચાદરની જેમ ઉઠાવી રહ્યા છે. એ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયો નથી પરંતુ આ વીડિયો પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે.      



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.