આખા Mahisagarને શર્મસાર કરતી ઘટના| 70 વર્ષના દાદી પર હેવાને બળાત્કાર ગુજાર્યો| હેવાનને સજાની માગ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-26 18:17:46

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ. નાની ઉંમરની બાળકીઓથી લઈ 70 વર્ષના દાદી પર બળાત્કાર કરવામાં આવી રહ્યા છે. મહીસાગર જિલ્લાનું બાકોર ગામ, સ્થાનિક કક્ષાએ તાલુકા લેવલનું ગામ ગણાય પણ આ ગામની સ્ત્રીઓ અત્યારે એ હાલતમાં છે કે ગામના કોઈ ફળીયામાં પુરૂષની હાજરી ના હોય તો સગા સંબંધીને ફોન કરીને બોલાવે છે કેમ કે આ ગામમાં નાની દિકરીથી માંડીને 60- 70 વર્ષના ઘરડાં દાદીમાં પર પણ બળાત્કાર થાય છે. શું આ શર્મ કરાવે તેવી ઘટના નથી? 

આરોપી 30 વર્ષનો છે અને ધરાવે છે ગુનાહિત ઈતિહાસ! 

જ્યારે સમાચાર વાંચ્યા કે બાકોરમાં વૃદ્ધા પર બળાત્કાર તો સાંભળીને જ ચોંકી જવાયું કે આવી હેવાનિયત કોઈ ઘરડી સ્ત્રી પર કેવી રીતે આચરી શકે, આગળ વિગત વાંચી તો વધારે ચોંકાવનારી હતી, એ ઘરડા બા પર બળાત્કારની સાથે એ હદે અત્યાચારો ગુજારાયા તે એમના ગુપ્તાંગો પર એ રાક્ષસે બચકાં ભર્યા, એમની હાલત નાજુક છે અને અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપીનું નામ જયંતી બામણીયા છે, એની ઉંમર 30 એક વર્ષ છે, સૌથી ચોંકાવનારી હકિકત એ છે કે એના પર અગાઉ 4એક 354ની ફરીયાદ, બીજા પાંચેક ગુનાની પણ ફરીયાદો છે, જે તે સમયે પોસ્કોની ફરીયાદ એટલે કે નાની બાળકી પર બળાત્કાર અને છેડતીની ફરીયાદ લાગી હોવા છતા દરેક વખતે કોઈને કોઈ રીતે આ વ્યક્તિ છુટી જતો.


આરોપી સિસ્ટમ પર અટ્ટહાસ્ય કરતો જેલની બહાર આવી જાય છે 

કાયદાની આનાથી મોટી દુર્બળતા બીજી કઈ હોઈ શકે કે અનેક વાર દુષ્કૃત્ય આચર્યા પછી પણ આરોપી જેલમાંથી બહાર આવે અને પછી કાનૂનને કચડચો હોય, સિસ્ટમ પર અટ્ટહાસ્ય કરતો હોય એમ વૃદ્ધા પર બળાત્કાર ગુજારે. આ વિષય પર સ્થાનિકો હિંમત કરીને બાકોર પોલીસ સ્ટેશનના ઘેરાવ માટે પહોંચ્યા હતા, 'મારે શું આ તો એની સાથે થયું' એવા માનસમાંથી બહાર આવીને સમાજ જાગૃત થયો છે. ન્યાયની ગુહાર લગાવે છે. પોલીસે આ મામલે પ્રતિક્રિયા આપી છે. 




એવી ચાર્જશીટ કેમ દાખલ નથી કરાતી કે જેનાંથી આરોપીઓમાં ડર બેસે

સમાજમાં સ્ત્રી પર બળાત્કાર આજે પણ સ્ત્રીની આબરુની જેમ જોવામાં આવે છે, આબરુ લૂંટી કોઈએ એવા શબ્દપ્રયોગો થાય છે ત્યારે એ ઘરડા માજીની માનસીક સ્થિતિ અત્યારે શું હશે એની કલ્પના પણ નથી થઈ શકતી, આ વ્યક્તિ પર એટલા બધા કેસ થયેલા છે કે હવે ગામના લોકો ખુલીને વિરોધ કરતા પણ ડરી રહ્યા છે. કાનૂન વ્યવસ્થા અને મહીસાગરની પોલીસ માટે આનાથી શરમજનક સ્થિતિ શું હોઈ શકે કે પોલીસના અધિકારી કહે છે કે આટલો લાંબો ગુનાહિત ઈતિહાસ છે, તો એવી ચાર્જશીટ કેમ દાખલ નથી કરાતી કે જેના કારણે આવા હેવાનો જેલની બહાર ના આવે, આવા કિસ્સાઓ જ્યાં સુધી અપવાદરૂપ ગણીને અતિશય કડક કાર્યવાહી ના થાય ત્યાં સુધી આવા અપરાધીક માનસ વાળા લોકોનું મનોબળ વધતું જ રહેશે. 



આવા આરોપીને બચાવવા વાળા વિરૂદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ  

સમાજમાં 7 દિવસથી માંડીને 70 વર્ષની સ્ત્રીઓ પર અમાનુષી અત્યાચાર અને બળાત્કારની ઘટનાઓ સામે આવે છે, આવા અપરાધીઓ વારંવાર બચી જાય છે અને આપણા કાનૂનના હાથ લાંબાની પીપુડીઓ વગાડ્યા કરીએ છીએ. એક વ્યક્તિ બળાત્કારના કેસમાં જ જેલમાં જાય અને બહાર આવીને પાછો બળાત્કાર કરે તો એની સાથે સાથે એને બચાવનારા લોકો પર પણ કાર્યવાહી થવી જોઈએ. ન્યાયનો દરેકને સમાન રૂપે અધિકાર છે પણ લોકોના જીવનની કોઈ પરવાહ નથી. આવી ઘટનાઓના કારણે એક આખો પંથક ભયના ઓથાર નીચે છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યની પોલીસ અને ન્યાયતંત્ર જ્યાં સુધી આ કેસમાં ગંભીરતાથી પગલા નહીં લે ત્યાં સુધી આવા લોકો બેફામ અને બેખૌફ ફરતા રહેશે. 


જ્યારે પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું... 

મહત્વનું છે કે પોલીસની કામગીરી પર, કાયદા પર અનેક વખત સવાલો ઉઠતા હોય છે પરંતુ તે ઘણી વખત સાચા નથી હોતા...! આ કેસને સંભાળી રહેલા પોલીસ અધિકારી સાથે જ્યારે સંપર્ક કરવામાં આવ્યો અને તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આવા અપરાધીઓ છૂટી કેવી રીતે જાય છે? એવી ચાર્જશીટ કેમ નથી બનાવવામાં આવતી કે જેનાથી આરોપીને કડકમાં કડક સજા થાય? ત્યારે તેમણે જે વાત કરી તે પણ સાંભળવા જેવી છે. તેમણે કહ્યું કે પોલીસ તરફથી તો અનેક વખત એવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે જેને લઈ આરોપીને કડકમાં કડક સજા થાય. પરંતુ એવું બન્યું છે કે પીડિતા ફરી જાય છે અથવા તો સાક્ષી ફરી જાય છે... મહત્વનું છે કે જ્યાં સુધી આપણે વિચારતા રહીશું કે આ ઘટનાથી મને શું ફરક પડે છે, તો આપણે પણ એટલા જ જવાબદાર હોઈશું...! આજે કોઈ બીજાની દીકરી કે બા છે કાલે આપણા પરિવારમાંથી કોઈ હોઈ શકે છે...



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.