અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના પ્રયાસમાં સર્જાઈ દુર્ઘટના, ભારતીય પરિવારના લોકો મોતને ભેટ્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-01 19:07:51

વિદેશમાં જવાનો ક્રેઝ થોડા સમયથી વધી ગયો છે. અનેક લોકો વિદેશમાં જવા લાખો રૂપિયા ખરચતા હોય છે. પરંતુ વિદેશની ધરતી પરથી અનેક વખત એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે.  ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

નદીમાં સર્ચ ચાલી રહ્યું છે


સેન્ટ લોરેન્સ નદીમાં બોટ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને શોધી રહેલા બચાવકર્મીઓ.

ગેરકાયદેસર રીતે ઘૂસવાનો બે પરિવારે કર્યો પ્રયાસ  

વિદેશ જઈ વસવાનો શોખ અનેક ભારતીયોમાં જોવા મળતો હોય છે. વિદેશ જવાનું સપનું લોકો જોતા હોય છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં લોકો ગેરકાયદેસર રીતે ઘૂસવાની કોશિષ કરતા હોય છે જેને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આવા જ એક સમાચાર કેનેડાથી સામે આવ્યા છે. ગેરકાયકેસર રીતે યુએસમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર પરિવારે બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસને ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો. 


પોલીસે આ અંગે કરી પ્રતિક્રિયા 

અમેરિકાના પોલીસ વડાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ બે પરિવારના હતા. એક પરિવાર રોમાનિયમ મૂળનો છે અને બીજો પરિવાર ભારતીય મૂળનો છે. તમામ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને લઈ કેનેડાના વડાપ્રધાને પણ શોક પ્રગટ કર્યો છે. 

મૃતક અને તેનો પુત્ર



આ પરિવારના સભ્યોએ પણ ગુમાવ્યો છે જીવ 

આ માત્ર એક જ પરિવાર નથી જે દુર્ઘટનાનો શિકાર બન્યો છે. પરંતુ આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ મોંઘો પડ્યો છે. થોડા મહિનાઓ પહેલા અમેરિકા પહોંચવાની લાલચમાં અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. સૌથી વધારે ચર્ચિત કોઈ પરિવાર હોય તો તે ગાંધીનગરના કલોલમાં રહેતો પરિવાર બન્યો છે. પરિવારે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. 30 ફૂટ ઉંચી દિવાલને ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળ ન થયા અને ઉપરથી નીચે પટકાયા હતા. તે સિવાય ડિંગુચા પરિવારના સભ્યોએ પણ વિદેશ જવાની લાયમાં મોતને ભેટ્યા છે. પરિવાર માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જતાં ડિંગુચા પરિવારના સભ્યો મોતને ભેટ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે વિદેશમાં એવું તો શું છે કે લોકો ગેરકાયદેસર જઈ રહ્યા છે.   



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.