Anand : નશાની હાલતમાં એસટી બસના ડ્રાઈવરે ચલાવી બસ, વાહનચાલકને લીધો અડફેટે.. જુઓ નશામાં ધૂત બસ ડ્રાઈવરનો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-12 14:43:23

દારૂ દારૂ દારૂ ક્યારેક કોઈ શિક્ષક દારૂ પીને શાળાએ આવે ક્યારેક કોઈ અધિકારી ઓફિસમાં દારૂ પીધેલી હાલતમાં મળે તો ક્યારેક st સલામત સવારી હમારીની જે વાતો કરે છે એના ડ્રાઈવર જ દારૂ પીધેલી હાલતમાં મળે છે. ન માત્ર નશાની હાલતમાં ડ્રાઈવર દેખાય છે પરંતુ એસટી બસ પણ ચલાવે છે અને અનેક લોકોના જીવને જોખમમાં પણ મૂકે છે. આવી જ ઘટના આણંદથી સામે આવી છે જેમાં નશાની હાલતમાં એસટી બસનો ડ્રાઈવર દેખાયો હતો. પીધેલી હાલતમાં પહેલા બસ ચલાવી અને અને તે ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. 

નશાની હાલતમાં એસટી ડ્રાઈવરે ચલાવી બસ  

ગુજરાતમાં દારૂબંધી છે તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા વીડિયો સામે આવે છે જેમાં આ કાયદાના લીરેલીરા ઉડતા દેખાય છે. ત્યારે વધુ એક વીડિયો આણંદથી સામે આવ્યો છે જેમાં એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં દેખાયો હતો. એસટી બસના ડ્રાઈવર ગઈકાલે દારૂ પીધેલી હાલતમાં દેખાયા હતા. એસટી બસ ચલાવી અને અકસ્માત કરતાં ઝડપાયા હતા. આણંદમાં સામરખા ચોકડી નજીક પુરપાટ ઝડપે એસટી ચલાવી અને મોપેડને ટક્કર મારી હતી. અકસ્માતમાં મોપેડ ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી છે. 

Drunk driver of ST bus caused an accident in Anand Anand: આણંદમાં નશાની હાલતમાં ST બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો

મોપેડ ચાલકને પહોંચી માથાના ભાગે ઈજા!

આણંદ તાલુકાના હાડગુડ ગામમાં આવેલ અજમતપુરાવાડીમાં રહેતાં 52 વર્ષીય આયતઅલી યાકુબઅલી સૈયદ ગઈકાલે મોપેડ લઈને નિકળ્યા અને પુરઝડપે એસટી બસ આવી અને એમને ટક્કર મારી અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં મોપેડ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલા આયતઅલીને માથાના ભાગે ઈજા પહોંચી ત્યાર બાદ ત્યાંના લોકોએ આ ડ્રાઈવરને સવાલ પૂછ્યા તો ભાઈતો ફૂલ ટલ્લી હતા અને પછી જે થયું એ તો આપણે જાણીએ છીએ. આ બધા ક્યારે સુધરશે અને આ લોકો સામે સરકાર એક્શન લેશે કે ખાલી દારૂબંધીની માત્ર પોકળ  વાતો કરતાં રહશે એ મોટો પ્રશ્ન છે? 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.