આણંદ હનીટ્રેપ કાંડ: એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જે.ડી.પટેલ સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-08-23 22:42:45

આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા ગોઠવી તેમનો વીડિયો સ્પાય કેમેરાની મદદથી ઉતારીને વાયરલ કરવાની ઘટનામાં તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ સસ્પેન્ડ આવ્યા છે, તો તેમની સાથે નાયબ મામલતદાર જે.ડી.પટેલ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદ ક્લેકટરનો અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ કરવાના કેસમાં કેતકી વ્યાસ બે દિવસથી પોલીસ કસ્ટડીમાં હતા. જેના કારણે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા છે. કેતકી વ્યાસ, તત્કાલીન ચિટનીસ જયેશ પટેલ સહિત ત્રણે જમીનની ફાઈલ પાસ કરાવવા કલેક્ટરને બ્લેકમેલ કર્યા હતા, અને સ્પાય કેમેરા લગાવ્યા હતા, તેમજ મહિલાને પણ કલેક્ટર પાસે મોકલી હતી. 


આ ત્રણેય અધિકારી સસ્પેન્ડ


તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડા સહિત ત્રણેય આરોપીઓ હાલ જ્યુડિશીલ કસ્ટડીમાં છે. પોલીસ પૂછપરછમાં આ ત્રણેય આરોપીઓએ સાથે મળીને કલેક્ટર ડી.એસ. ગઢવીને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. જમીનને લગતી 4 ફાઇલ ક્લિયર કરાવવા માટે તમામે કારસો રચ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ગુજરાત ATS ફરિયાદી બન્યું અને સમગ્ર ઘટના મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


પુરાવાનો નાશ કર્યો હતો


તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડા સહિત ત્રણેય  દ્વારા સ્પાય કેમેરા તથા પેનડ્રાઇવ ઝાયડસ હોસ્પીટલની સામે આવેલ નિશા ગેરેજમાં સળગાવવામાં આવી હતી. પોલીસે તે જગ્યાએથી એફ.એસ.એલ.ની હાજરીમાં અવશેષો શોધી કાઢ્યા હતા. આરોપીઓએ ગુનામાં ઉપયોગમાં લીધેલ બે હાર્ડ ડીસ્ક ગેરેજમાં તોડી સંદેસર નહેરમાં નાખી દીધેલ હતી. જે ફાયર બિગ્રેડની મદદથી સંદેસર નહેરમાંથી તુટેલી હાલતમાં કબ્જે કરી હતી.


શું છે સમગ્ર મામલો?


આણંદનાં કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા ગોઠવી એક યુવતીને કલેકટરની ચેમ્બર્સમાં મોકલી યુવતી સાથેની અશ્લીલ વિડીયો બનાવી કલેકટરને વિવાદી જમીનોની ફાઈલો કલીયર કરાવવા માટે બ્લેકમેલીંગ કરી તેમજ વિડીયો વાયરલ કરવાની ઘટનામાં એટીએસ પોલીસે સમગ્ર કાંડનો પર્દાફાસ કરી તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, તત્કાલીન નાયબ મામલતદર જયેસ પટેલ તેમજ વકીલ હરીસ ચાવડાની વિરૂદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. જે બનાવમાં પોલીસે બે દિવસનાં રીમાન્ડ મેળવી રિમાન્ડ દરમિયાન પુરાવાઓ અને મહત્વની વિગતો મેળવી હતી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.