Chaitar Vasavaના સમર્થનમાં આવ્યા Anant Patel, કહ્યું કે કેટલા ચૈતર વસાવા પર ફરિયાદ કરશો હજી અનંત પટેલ જીવે છે!


  • Published By :
  • Published Date : 2023-11-16 13:01:02

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. આખો ઘટનાક્રમ આપણે જાણીએ છીએ. ચૈતર વસાવાની પત્ની હજી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ ફરિયાદ થઈ તે બાદથી ધારાસભ્ય પોલીસ પકડથી દૂર છે, તેમની શોધખોળ થઈ રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત ધારાસભ્ય અનેત પટેલે ચૈતર વસાવાના સમર્થનમાં એક નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે એક ચૈતર વસાવા પર તમે ફરિયાદ કરી છે બીજા હજારો તમારી સામે ઉભા છે. 

ફરી એક વખત ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા અનંત પટેલ

ડેડિયાપાડાના ધારાસભ્યના ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે ત્યારથી તે ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ધારાસભ્યના સમર્થનમાં આપના નેતાઓ આવ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર ચૈતર વસાવાના સમર્થનમાં આવી આપના કાર્યકર્તાઓ આવેદનપત્રો આપી રહ્યા છે. ન માત્ર આપના પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ આવ્યા છે. તેમના સમર્થનમાં અનેક વખત તેમને નિવેદન આપ્યું છે. ત્યારે ફરી એક વખત આપના ધારાસભ્યના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા છે. અનંત પટેલે એવું નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે એક ચૈતર વસાવા પર તમે ફરિયાદ કરી છે બીજા હજારો તમારી સામે ઉભા છે.     


ભાજપને વોટ ન આપવા માટે ધારાસભ્યએ લેવડાવ્યા શપથ

ભરૂચના નેત્રંગ ચાર રસ્તા ખાતે મહાન સ્વતંત્રતા સેનાની જનનાયક ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતી નિમિતે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. જ્યાં આદિવાસી સમાજના લોકો અને ધારાસભ્ય અનંત પટેલ હાજર હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનંત પટેલ ઉગ્ર દેખાયા હતા. લોકોને સંબોધતા તેમણે કહ્યું કે કેટલા ચૈતર વસાવા પર ફરિયાદ કરશો? હજી અનંત પટેલ જીવે છે ! ચૈતર વસાવા માટે અમે ડેડિયાપાડા ભરી દઈશું. અનંત પટેલે ત્યાં હાજર લોકોને સંકલ્પ પણ લેવડાવ્યા હતા કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ભાજપને મત નહિ આપીએ. મહત્વનું છે કે ચૈતર વસાવાને જનસમર્થન મળી રહ્યું છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ધારાસભ્યનો માસ્ક લગાવી લોકો કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું,  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.