વાંસદાના કોંગ્રેસના MLA અનંત પટેલ સામે વધુ એક FIR, રેલીની શરતોનું પાલન ન થતા કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2022-10-30 11:47:38


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બદલાની રાજનિતી જોર પકડી રહી છે. આજે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ સામે વધુ એક  FIR દાખલ કરવામાં આવી છે. આદિવાસી આક્રોશ રેલીમાં શરતોને આધીન જે મંજૂરી આપી હતી એનું ઉલ્લંઘન થતા FIR નોંધવામાં આવી હોવાની સુત્રો દ્વારા માહિતી મળી છે. 



અનંત પટેલ સામે શા માટે નોંધાઈ FIR?


અનંત પટેલ પર થયેલા હુમલાના 20 દિવસ બાદ પણ હુમલાખોરોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહેતા આદીવાસી સમાજમાં વ્યાપક અસંતોષ છે. પોલીસ કાર્યવાહીથી નારાજ આદિવાસી સમાજ દ્વારા ગત રોજ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી આક્રોશ રેલીને કુલ 22 અલગ અલગ શરતોને આધારે મંજૂરી આપવામાં આવી હતી. જેનું પાલન ન થતા આ પગલું ભરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કલેક્ટર કચેરીના 200 મીટર વિસ્તારમાં સરઘસ, ધરણા, સભા લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોવા છતા આનું ઉલ્લંઘન કરાયું હતું. તે ઉપરાંત મંજૂરીની શરતો પ્રમાણે આક્રોશ રેલીની સમય મર્યાદા પણ નક્કી કરાઈ હતી, પરંતુ એ નિશ્ચિક કરાયેલી સમય મર્યાદા કરતા પોણા ત્રણ કલાક રેલી વધારે ચાલી હોવાથી અનંત પટેલ સામે FIR દાખલ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.  અત્રે ઉલ્લેખનિય છે આ અગાઉ પણ ધારાસભ્ય અનંત પટેલ સામે ખેરગામ પોલીસ સ્ટેશનમાં 3 ફરિયાદો નોંધાઈ ચૂકી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે