અનાર પટેલે પાટીદાર સમાજને શું શિખામણ આપી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-11 21:23:32

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે. 

About Us – Craftroots

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાથી ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં , ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલે પાલનપુર શહેરમાં સરદાર સાહેબની પ્રતિમાના અનાવરણ સમયે હાજરી આપી હતી. હવે , અનાર પટેલના આ ભાષણનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેમના દ્વારા કહેરવામાં આવ્યું છે કે , " પટેલો ઓળખ બનાવે કારણ કે પટેલ બોલવામાં કડવા હોય છે મીઠું બોલતા શીખવું તેમણે પડશે. આ ઉપરાંત સમાજને તોડવાવાળાને ઓળખવા પડશે.  આપણી દીકરીઓ બીજા સમાજ માં જાય છે કારણ કે આપણા સમાજ ના દીકરા સક્ષમ નથી. સમાજ માં કોઈ દારૂ પીને આવતું હોય તો એને બહાર કાઢો નહીં તો સમાજ બગડશે. અત્યારે તો ઘેર ઘેર બધાને નેતા બનવું છે." 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે