આંદોલન કરી રહેલી આંગણવાડી બહેનોને સરકારની નોટિસ, ફરજ પર જોડાઓ નહીંતર...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 11:06:14

વિધાનસભા ચૂંટણી પહેલા જ સરકાર વિરોધી કર્મચારી આંદોલનો જોર પકડી રહ્યા છે. એક પછી એક તમામ સરકારી વિભાગોના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવતા સરકારની સ્થિતી કફોડી બની છે. સરકાર કોઈ પણ ભોગે આદોલનોની આગને ઠારવા પ્રયાસો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા પડતર માગણીને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. 


આંગણવાડી બહેનોને નોટિસ


પોતાની પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતરેલી આંગણવાડી બહેનોને સરકારે નોટિસ ફટકારી છે. સરકારે નોટિસ દ્વારા આંગણવાડી બહેનોને તાત્કાલિક ફરજ પર જોડાવાનું કહ્યું છે અને જો આંગણવાડીકર્મીઓ નોટિસનું પાલન નહી કરવા પર તેમની સેવા સમાપ્ત કરવામાં આવશે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે હડતાળ પર ઉતરેલી બહેનોને મોકલી નોટિસ ફટકારી કહ્યું કે આંગણવાડી અને તેડાગર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે આંગણવાડીમાં બાળકોના નાસ્તાની, સગર્ભા મહિલાઓના આરોગ્ય તથા ટી.એચ.આરનું વિતરણ સહિત અન્ય સરકારી કામગીરી ખોરવાઈ ગઈ છે. એવામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે હડતાળ પરની બહેનોને નોટિસ આપી છે. જે મુજબ તેમને તાત્કાલિક ફરજ પર જોડાવવા માટે કહેવાયું છે અને આમ ન કરવા પર તેમની સેવા સમાપ્ત કરવામાં આવશે.


આંગણવાડી બહેનોની પડતર માંગણીઓ શું છે ?


આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા અને લાગુ પડતી કેટેગરીમાં ગોઠવી સામાજીક સુરક્ષા આપવી


આંગણવાડી કર્મચારીઓને ઓછામાં ઓછું વેતન કાર્યકરને રૂ.18000 તથા હેલ્પરને રૂ.9000 પ્રતિ માસ ચૂકવવામાં આવે. 

મીની આંગણવાડીના કર્મચારીઓને પણ આ રીતે વેતન ચુકવવામાં આવે.


નવી શિક્ષણ નિતી અંતર્ગત દેશના તમામ કેન્દ્રોને પ્રાથમિક પાઠશાળા તરીકે માન્યતા આપી તેમાં કામ કરતા કાર્યકરને 

પૂર્વ પ્રાથમિક શિક્ષીકા તથા હેલ્પરને પૂર્વ પ્રાથમિક સહાયક શિક્ષિકા તરીકે હોદ્દો આપવાની નિતિ બનાવવામાં આવે.


આંગણવાડીમાં કામ કરતા તમામ કર્મચારીઓને પી.એફ. પેન્શન, ગ્રેજ્યુઈટી તથા મેડીકલ સુવિધા આપવામાં આવે.


આંગણવાડી કર્મચારીઓને પણ સરકારી કર્મચારીઓની માફક જ પરચુરણર જા, હક્ક રજા, માંદગીની રજા તથા તહેવારોની રજા આપવામાં આવે.


આંગણવાડી કાર્યકર/હેલ્પરને ઉંમરનો બાધ હઠાવી 100% જગ્યા સીનિયોરીટી મુજબ પ્રમોશનથી ભરવામાં આવે.



આંગણવાડી બહેનોના સમર્થનમાં જીગ્નેશ મેવાણીએ યોજી હતી રેલી

 

આંગણવાડી બહેનોની પડતર માંગણીઓને  લઈ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ ઝંપલાવ્યું છે.ગઈકાલે જ જીગ્નેશ મેવાણીએ 300 જેટલી આંગણવાડી બહેનો સાથે વડગામથી પાલનપુર સુધી રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. સાથે જ તેમણે માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે