ગુજરાતની સૌથી મોટી વિધાનસભાબેઠક પર ભાજપના કાર્યકર્તાઓમા રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-12 18:22:05


ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડાજ દિવસો બાકી છે ત્યારે ભાજપ એક બાદ એક ઉમેદવારો જાહેર કરે છે આજે ભાજપએ 6 ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં ચોર્યાસી બેઠક થી સંદીપ દેસાઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવતા વિરોધનો સુર ઉઠ્યો છે.ચોર્યાસી વિધાનસભામાં 1.55 લાખ મત કોળી સમાજના છે અને 1 લાખ કરતાં વધુ મત પરપ્રાંતીઓના છે. અનાવિલ સમાજના 3,000થી 3,500 જ મત છે. 

સંદીપ દેસાઈ સુરત જિલ્લા ભાજપના પ્રમુખ અને સુરત APMCમાં ઉપપ્રમુખ છે. ડિસ્ટ્રીક બેંકમાં પણ તેઓ ચેરમેનનું પદ ભોગવી રહ્યા હોવા છતાં તેમને ઉમેદવાર તરીકે પાર્ટીએ પસંદ કરવામાં આવતા વિવાદ સર્જાયો.


ઝંખના પટેલની ટિકિટ કપાતા કાર્યકર્તાઓમા રોષ !

ભાજપની પાર્લામેન્ટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે સંગઠનમાં કોઈપણ હોદ્દો ભોગવી રહેલા વ્યક્તિને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત એક મહાનગરમાંથી બે મહિલા ઉમેદવારોને ટિકિટ આપવાની વાત પણ ચર્ચાઇ રહી હતી. આ ઉપરાંત એક લોકસભા વિસ્તારમાંથી એક જ સમાજમાંથી આવતા બે ઉમેદવારોને ટિકિટ ન આપવાની વાત પણ ચર્ચાઇ રહી હતી. જોકે ચોર્યાસી વિધાનસભા બેઠકના ઉમેદવારને જાહેર કરવામાં આ તમામ મુદ્દાઓને ધ્યાને લેવામાં ન આવ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે, નવસારી લોકસભામાંથી પિયુષ દેસાઈની ટિકિટ કાપીને રાકેશ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. નવસારીની લોકસભા બેઠકમાં આવતા વિસ્તારમાંથી ઝંખના પટેલ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. પરંતુ સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી અને ઝંખના પટેલની ટિકિટ કપાતા રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ બેઠક પર કોકડું ગુંચવાયી હતું પરંતુ આજે ઉમેદવાર જાહેર કરતા આ બેઠક પર વિવાદનો મધપૂડો ઉભો થયો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે