અનિલ અંબાણીની આ કંપની પણ ડૂબી, ટ્રેડિંગ બંધ ગયું, પ્રોપર્ટીઝ વેચવા માટે NCLTની લીલી ઝંડી


  • Published By :
  • Published Date : 2023-12-14 19:02:27

અનિલ અંબાણી (Anil Ambani)સતત આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં રિલાયન્સ કેપિટલ  (Reliance Capital)ના વેચાણ માટે પણ બોલી લગાવવામાં આવી હતી. હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ અન્ય નાદાર કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન(Reliance Communication)ની કેટલીક રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના વેચાણને મંજૂરી આપી છે. અનિલ અંબાણીની કંપનીએ આ માહિતી શેરબજારને આપી છે. રિલાયન્સ કોમ્યુનિકેશને જણાવ્યું હતું કે કંપનીના રિઝોલ્યુશન પ્રોફેશનલ દ્વારા અરજીના મામલે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ મુંબઈ બેંચનો આદેશ જોડવામાં આવ્યો હતો, જેમાં કંપનીની કેટલીક બિનજરૂરી સંપત્તિના વેચાણ માટે NCLT પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી. હવે NCLTએ તેને મંજૂરી આપી દીધી છે.


રિલાયન્સ કોમ્યુનિકેશનની કઈ સંપત્તિ વેચાશે?


વેચાણ માટે રિલાયન્સ કોમ્યુનિકેશનની અસ્કયામતોમાં ચેન્નાઈમાં હેડો ઓફિસનો સમાવેશ થાય છે. આ સિવાય ચેન્નાઈમાં લગભગ 3.44 એકર જમીન છે. આ ઉપરાંત પુણેમાં 871 ચોરસ મીટરમાં ફેલાયેલ ભુવનેશ્વરમાં ઓફિસનું સ્થળ પણ વેચવામાં આવશે. કેમ્પિયન પ્રોપર્ટીઝના શેરમાં રોકાણ અને રિલાયન્સ રિયલ્ટીના શેરમાં રોકાણ પણ વેચવામાં આવશે.

Image

શેરબજારમાં ટ્રેડિંગ બંધ


શેરબજારમાં રિલાયન્સ કોમ્યુનિકેશનનું ટ્રેડિંગ બંધ થઈ ચુક્યું છે. તેના શેરનું ટ્રેડિંગ લાંબા સમયથી રૂ. 2.49ના ભાવ પર બંધ છે. BSE પર તેના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 11 જાન્યુઆરી, 2008ના રોજ આ કંપનીના શેર રૂ. 800 પ્રતિ શેરના ભાવે ટ્રેડ થતા હતા, પરંતુ હવે તે રૂ. 2.49 પર બંધ છે. આ રીતે તેના શેરમાં 99 ટકાથી વધુનો ઘટાડો થઈ ચુક્યો છે.


કંપની કેમ ડૂબી ગઈ?


મુકેશ અંબાણી (Mukesh Ambani)એ વર્ષ 2016માં રિલાયન્સ જિયોની શરૂઆત કરી હતી. તે પછી મોટાભાગના લોકો રિલાયન્સ જિયોની સર્વિસ તરફ શિફ્ટ થવા લાગ્યા હતા. ત્યારે જ રિલાયન્સ કોમ્યુનિકેશનના યુઝર્સમાં તીવ્ર ઘટાડો થવા લાગ્યો હતો અને થોડા જ સમયમાં લોકો રિલાયન્સ કોમ્યુનિકેશનમાંથી સંપૂર્ણપણે પાછા હટી ગયા હતા, જેથી કંપની ડૂબી ગઈ હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.