અનિરુદ્ધસિંહ જાડેજાને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરાયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-05 18:35:33

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.  હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ કરવામાં આવી હતી. જે કારણે તેઓ જૂનાગઢ જેલમાં બંધ હતા હવે તેમને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવતા રાજકીય ગલિયારાઓમાં ચર્ચા શરુ થઇ ગઈ છે. 

Anirudhsinh Jadeja Surrenders in Popat Sorathiya Case ...

અનિરુદ્ધસિંહ જાડેજાની ૨૦૨૫ના વર્ષમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી. આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા તેમ છતાં , સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહત નહોતી મળી. આ પછી , અનિરુદ્ધસિંહ જાડેજાએ આ કેસમાં સરેન્ડર થવું પડ્યું હતું.  આ પછી તેમની અમિત ખૂંટ કેસમાં પણ અટકાયત કરવામાં આવી હતી. તેમના પોલીસ દ્વારા રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા.  વાત કરીએ , અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ રીબડાની તો , અમિત ખૂંટ કેસમાં તેમના જાન્યુઆરી ૨૦૨૬માં જામીન મંજુર થઇ જતા તેઓ જેલમાંથી બહાર આવી ગયા હતા.  રાજદીપસિંહ જાડેજાએ નવેમ્બર ૨૦૨૫માં આ કેસને લઇને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. અમિત ખૂંટ કેસમાં તે છેલ્લા પાંચથી છ મહિનાથી ફરાર હતા. અમિત ખુટ પાસેથી મળેલી નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. આ સુસાઇડ નોટના આધારે, પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાયા બાદથી રાજદીપસિંહ જાડેજા ફરાર હતો. તેમણે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, બંને કોર્ટોએ તેમની અરજી ફગાવી દીધી હતી.

વાત કરીએ , રાજકોટના ખુબ ચર્ચિત અમિત ખૂંટ કેસની તો રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ  3 મેના રોજ રીબડાનાં અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં જીવન ટૂંકાવ્યું હતું . ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.' મૃતક અમિત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાનાં ક્ષત્રિય આગેવાન અનિરૂદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે