બુટલેગરના ઘરે પોલીસ પહોંચી પણ પછી જે થયું તે.......


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:12:30

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માંડવા ગામે એવી ઘટના ઘટી જેનાથી પોલીસ હજુ માથું પકડીને બેઠી છે કે આવું તે કેમ થઈ ગયું. માંડવા ગામના બુટલેગરના જમીનમાં પોલીસે ખોદકામ કર્યું અને તેમાં દારૂની બોટલ મળી આવવાના સમાચાર મળી રહ્યા છે. 


પાઈપલાનમાંથી નીકળી દારૂની બોટલો 

ભરૂચની અંકલેશ્વર પોલીસને બાતમી મળી હતી કે માંડવા ગામમાં પ્રકાશ વસાવા નામના બુટલેગરે ઘરે દારૂ સંતાડી રાખ્યો છે. ગુજરાત પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે પોલીસને કંઈ હાથ લાગ્યું નહોતું. પરંતુ જ્યારે ગુજરાત પોલીસે જમીનની અંદર નાખેલી પાઈપલાઈન ખોદી તો જાણે પોલીસ ચક્કર ખાઈને બેસી ગઈ હતી. પોલીસને પાઈપલાઈનમાંથી બીયર અને દારૂની બોટલો મળી આવી હતી. અંકલેશ્વર પોલીસે બુટલેગરના ઘરેથી 40 હજારથી વધુ રૂપિયાના દારુના જથ્થાને કબજે કર્યો હતો. જો કે બુટલેગર પ્રકાશ વસાવાને પોલીસ આવે છે તે ખબર પડતાની સાથે જ ગાયબ થઈ ગયો હતો અને પોલીસ હાલ બુટલેગરને શોધી રહી છે.


ગુજરાતના યુક્તિબાજ બુટલેગરો 

ગુજરાતમાં કાગળિયા પર દારુબંધી છે તેવામાં જમીન ખોદતા દારૂ મળે તે આશ્ચર્યનજક વાત કહેવાય. ગુજરાતના બુટલેગરો પોલીસથી બચવા મગજ તો દોડાવી રહ્યા છે પરંતુ ગુજરાત પોલીસ તેનાથી એક પગલું આગળ નજરે પડી રહી છે. કોઈ બુટલેગર એક્ટિવામાં દારૂ સંતાડી રહ્યા છે. કોઈ મહિલા બુટલેગર કપડામાં દારૂ સંતાડી રહ્યા છે તો કોઈ બુટલેગર કારમાં ખાસ જગ્યાઓ બનાવીને દારૂ સંતાડવાના દાખલા આપણે જોયા છે. આ બધામાં એક નવો દાખલો પણ જોવા મળ્યો છે જેનો પોલીસે ભાંડો ફોડી દીધો હતો. 



 



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .