અન્નપૂર્ણા વ્રતનો આજથી થયો પ્રારંભ, જાણો અન્નપૂર્ણા વ્રતનો મહિમા


  • Published By :
  • Published Date : 2022-11-29 09:34:19

માતા અન્નપૂર્ણાને સૃષ્ટિનું ભરણ ભોષણ કરનાર દેવી માનવામાં આવે છે. માતા અન્નપૂર્ણાને માતા પાર્વતીનું જ એક રૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સંસારમાં ધાન્યની અછત સર્જાઈ હતી તે વખતે માતાજીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું હતું અને ભીક્ષા માંગવા આવેલા ભગવાન શંકરને અન્ન આપ્યું હતું. ત્યારે મતાાજીને પ્રિય એવા અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. 

श्री अन्नपूर्णा षष्ठी का व्रत कर पायें धन धन्‍य और सुखी परिवार का अाशीर्वाद  - Know the importance of Shri Annapurna Shashti fast

અન્નપૂર્ણા વ્રત 21 સુધી ચાલે છે. આ વ્રત દરમિયાન માતા અન્નપૂર્ણાની વિશેષ પૂજા કરવામાં આવે છે. માગશર સુદ છઠ્ઠથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને માગશર વદ અગિયારસ સુધી આ વ્રત ચાલે છે. આ વ્રતની વિધી પ્રમાણે 21 સુતરના તારને 21 ગાંઠો વાળીને દોરો તૈયાર કરવામાં આવે છે અને તેને ધારણ કરી માતાજીની પૂજા કરવામાં આવે છે. પૂજા દરમિયાન માતા અન્નપૂર્ણાને કંકુ, ચંદન તેમજ પુષ્પ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. માતાજીની પ્રતિમા અથવા તો ફોટાને બાજોટ પર પાથરેલા લાલ કપડા પર મૂકી માતાજીની પૂજા કરવી જોઈએ. માતાજી સમક્ષ વ્રતની કથા વાંચવી જોઈએ અને આ મંત્રથી માતાજીની પૂજા કરવી જોઈએ. 

અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે ।

જ્ઞાનવૈરાગ્ય સિદ્ધર્થ ભિક્ષાન્નદેહિ ચ પાર્વતી ।।  

માતા અન્નપૂર્ણાને અન્નની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. કીણીને કણ અને હાથીને મણ આપવાની ક્ષમતા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત માતાજીની સાચા દિલથી પૂજા કરે છે તેના ઘરમાં કદી અન્ન ખુટતું નથી. આ વ્રત દરમિયાન અનેક લોકો એક ટાણું પણ કરતા હોય છે. માતાજીની કૃપાથી ધરતી પર અન્ન ઉત્પન્ન થયું હતું. અને માતાજીની કૃપાથી આપણા ઘરમાં કદી ધાન્યની ખોટ ન થાય તે માટે ભક્તો દ્વારા આ વ્રત કરવામાં  આવે છે.  




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .