રાજ્યમાં સર્જાયો વધુ એક અકસ્માત, જીવનદાયીની સાબિત થતી એમ્બ્યુલન્સની થઈ ટક્કર! થયા ત્રણ લોકોના મોત... જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-26 11:33:24

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારજનોએ અકસ્માતમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત ચોટીલા-રાજકોટ હાઈવે પર બન્યો છે. ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર થઈ છે અને આ ઘટનામાં 3 લોકોના મોત થઈ ગયા છે. જે લોકોના મોત થયા છે તેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર, દર્દીના બે સગા છે. મળતી માહિતી અનુસાર બે મહિલાના મોત આ ઘટનામાં થયા છે. 

News18 Gujarati

ચોટીલા-રાજકોટ હાઈવે પર સર્જાયો અકસ્માત 

દર્દીઓની સુરક્ષા માટે એમ્બ્યુલન્સ અનેક વખત લાભકારી સાબિત થતી હોય છે. એમ્બ્યુલન્સને કારણે અનેક લોકોના જીવ બચ્યા હશે કારણ કે તે સમયસર દર્દીને હોસ્પિટલ પહોંચાડે છે અને દર્દીને સારવાર મળતી હોય છે. પરંતુ એક ચોટીલા- રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. હાઈવે પર અનેક વખત જોવા મળતું હોય છે કે વાહનો બેફામ બની ચલાવતા હોય છે. જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે બીજાના ભૂલની સજા બીજાને ભોગવવી પડતી હોય છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. 


દર્દીનો થયો આબાદ બચાવ પરંતુ...! 

ત્યારે જે અકસ્માત ચોટીલા-રાજકોટ હાઈવે પર સર્જાયો છે તેમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી  તેવી માહિતી સામે આવી છે. આ ટક્કરમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે જેમાં બે મહિલાઓનો તેમજ એમ્બ્યુલન્સ ચાલકનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર ચોટીલાના દર્દીની તબિયત ખરાબ થઈ જતા તેમને રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રક સાથે ટક્કર થઈ અને આ દુર્ઘટના સર્જાઈ. મહત્વનું છે કે આ ઘટનામાં દર્દીનો આબાદ બચાવ થયો છે.     



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.