Ahmedabadમાં વધુ એક બ્રિજ કૌભાંડ! 97 કરોડના ખર્ચે બનેલો સનાથલ બ્રિજ પર પડ્યા ખાડા! Gujarat AAPએ કર્યા કટાક્ષ


  • Published By :
  • Published Date : 2023-12-18 12:52:34

આપણે ત્યાં ભલે ગમે તેટલા કરોડોના ખર્ચે રસ્તાઓ, બ્રિજો બનતા હોય પરંતુ થોડા સમય બાદ જ રસ્તા પર બ્રિજ પર ખાડા પડી જતા હોય છે. કામગીરી દરમિયાન હલકી ગુણવત્તાવાળો માલ સામાન વાપરવાને કારણે માત્ર મહિનાઓની અંદર જ ડામર રસ્તા પર દેખાતો શરૂ થઈ જાય છે. ત્યારે અમદાવાદનો વધુ એક બ્રિજ ચર્ચામાં આવ્યો છે. અમે વાત કરીએ છીએ 10 મહિના પહેલા ખુલ્લા મૂકવામાં આવેલા સનાથલ બ્રિજની. 97 કરોડના ખર્ચે અમદાવાદ રાજકોટ હાઇવે પર સનાથલ ઓવરબ્રીજ 10 મહિના પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. 10 મહિનામાં જ બ્રિજ પર ડામર ઉખડી ગયો છે. ક્યાંક ખાડા પણ પડ્યા છે. 

97 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં પડ્યા ખાડા!

થોડા સમય પહેલા હાટકેશ્વર બ્રિજ વિવાદમાં આવ્યો હતો. હલકી ગુણવત્તાવાળો સામાન વપરાવવાને કારણે માત્ર ઓછા સમયની અંદર રસ્તા પર ખાડા પડી જતા હોય છે અથવા તો રસ્તા પર પાથરવામાં આવેલો ડામર બહાર આવી જતો હોય છે. અનેક બ્રિજો એવા છે જ્યાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. આ બધા વચ્ચે  97 કરોડના ખર્ચે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બનેલો સનાથલ બ્રિજ વિવાદમાં આવ્યો છે. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજની કામગીરીમાં હલકી ગુણવત્તા વાળો માલ સામાન વાપરવામાં આવ્યો હોય તેવું લાગે છે. 10 મહિના પહેલા બનેલા બ્રિજ પર ડામર ઉખડી ગયો છે.  

Sanathal Bridge: Corruption exposed in one more bridge in Ahmedabad, Inferior quality asphalt used in Sanathal Bridge exposed અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ

આપ ગુજરાતે બ્રિજની કામગીરીને લઈ કર્યા પ્રહાર 

10 મહિના પહેલા આ બ્રિજ બનાવવામાં આવ્યો એ વાત તો ઠીક પરંતુ 3 વખત આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે. ત્યારે આ બ્રિજમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે એક ટ્વિટ કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં દરેક બ્રિજના સમારકામની એક જ કહાની, કરોડો રૂપિયાનો થાય ભ્રષ્ટાચાર અને આખરે જનતા ભોગવે પરેશાની.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે