સનાતન ધર્મને લઈ વધુ એક નેતાએ આપ્યું વિવાદિત નિવેદન, A Rajaએ સનાતન ધર્મની તુલના કરી HIV સાથે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-07 18:36:38

સનાતન ધર્મ પર એક બાદ એક નેતાઓ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. થોડા સમય પહેલા તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્રએ સનાતન ધર્મને લઈ વિવાદીત નિવેદન આપ્યું હતું. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈ એક નિવેદન આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાયો હતો. "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું." ત્યારે હવે ડીએમકેના સાંસદ એ રાજાએ સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું છે.


સનાતન ધર્મની તુલના સાંસદે HIV સાથે કરી 

એક બાદ એક નેતાઓ, સાંસદો સનાતન ધર્મને લઈ એવા નિવેદનો આપી રહ્યા છે જેને લઈ વિવાદ સર્જાઈ રહ્યા છે. સનાતન ધર્મની તુલના ઉદયનિધીએ મચ્છર સાથે કરી હતી ત્યારે હવે ડીએમકેના સાંસદ એ રાજાએ સનાતન ધર્મની તુલના HIV સાથે કરી છે. સાંસદે કહ્યું કે સનાતન પર ઉદયનિધીનું વલણ નરમ હતું.  સનાતન ધર્મની તુલના સામાજિક કલંકવાળી બિમારીઓ સાથે કરવી જોઈએ... જોકે ઉદયનિધિએ સનાતનની સરખામણી માત્ર મેલેરિયા સાથે કરી છે... સનાતનની સરખામણી એચઆઈવી અને કુષ્ઠ રોગો જેવી સામાજિક કલંકીત બિમારીઓ સાથે કરવી જોઈએ... 


આરજેડી નેતાએ પણ સનાતન ધર્મને લઈ આપી પ્રતિક્રિયા 

એ રાજા સિવાય બીજા એક રાજનેતા પણ ભાન ભૂલ્યા હોય તેવું નિવેદન આપ્યું છે. સનાતન ધર્મને લઈ આરજેડી નેતા જગદાનંદસિંહે નિવેદન આપ્યું હતું. કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે "દેશ કયા સમયે ગુલામ થયો, શું તે સમયે કર્પૂરી ઠાકુર, લાલૂ પ્રસાદ, રામ મનોહર લોહિયા જેવા નેતા હતા... તિલક લગાવી ફરનારાઓએ ભારતને ગુલામ બનાવ્યું... દેશ મંદિર બનાવવાથી કે મસ્જિદ જોડવાથી નહીં ચાલે... 

 


સ્મૃતિ ઈરાનીએ આપી પ્રતિક્રિયા 

મહત્વનું છે સનાતન ધર્મને લઈ પીએમ મોદીએ મંત્રીઓને સૂચના આપી છે. મંત્રીઓને કહ્યું હતું કે સનાતન ધર્મ પર ઉદયનિધિના નિવેદનને સારી રીતે તથ્યો સાથે જવાબ આપવામાં આવે. એક તરફ આ મામલો શાંત થયો નથી ત્યારે તો બીજા અનેક નેતાઓએ સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે આજે સ્મૃતિ ઈરાનીએ સનાતન ધર્મને લઈ પ્રતિક્રિયા આપી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.