વધુ એક ધારાસભ્યએ લખ્યો CMને પત્ર, ખરાબ રસ્તાને લઈ MLA Kirit Patel મેદાને, સીએમને કરી આ રજૂઆત


  • Published By :
  • Published Date : 2024-09-07 16:14:25

પોતાની માગ સાથે અનેક ધારાસભ્યો પોતાની રજૂઆત કરવા મુખ્યમંત્રીને પત્રો લખી રહ્યા છે. ના માત્ર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના પરંતુ ભાજપના જ ધારાસભ્યો પોતાની સરકારના મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે. આપણી સમક્ષ અનેક ઉદાહરણો છે ત્યારે વધુ એક ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તે ધારાસભ્ય છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ.. ટોલ ટેક્સ ઉઘરાવતા રસ્તાઓની હાલત પણ દયનીય છે ત્યારે ખરાબ રોડ રસ્તાને લઈ તેમણે સીએમને પત્ર લખ્યો છે.    

રસ્તા પર નીકળીએ ત્યારે થાય છે ટેન્શન!

આપણે ત્યાં સારા રસ્તાઓના નિર્માણ થાય તે માટે હજારો કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. રસ્તાઓનું નિર્માણ પણ થાય છે પરંતુ તે ટકાઉ નથી હોતા.. રસ્તા પર ખાડા નહીં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે.. રસ્તા પરથી જ્યારે વાહન નીકળે છે ત્યારે વાહન ચાલકોને વાહન બગડવાનું તો ટેન્શન રહે છે પરંતુ તેમને કમરનો દુખાવો થઈ જશે તેનું પણ ટેન્શન રહે છે. રસ્તા પર ખાડા વધારે અને રસ્તો ઓછો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 



ધારાસભ્ય કિરીટ પટેલે લખ્યો સીએમને પત્ર

ખરાબ રોડની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. રોડના નિર્માણ વખતે કેવી ઓછી ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવ્યો છે તેની પોલ ખુલ્લી જાય છે. એક જ વરસાદમાં રસ્તાનું ધોવાણ થઈ જાય છે. શહેરોના રસ્તા નહીં પરંતુ હાઈવેની પણ આવી જ હાલત  છે. ત્યાં પણ ખાડારાજ છે.. એવા હાઈવે જ્યાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે ત્યાંના રસ્તાની પણ દયનીય હાલત છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ટોલ ટેક્સ ઉઘરાવતા રસ્તાને લઈ તેમણે વાત કરી છે. ધારાસભ્યનું કહેવું છે કે જ્યાં સુધી સારા રસ્તા ના થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવવામાં ના આવે તેવી રજૂઆત કરી છે..



તમને ખરાબ રસ્તાને કારણે કેટલી મુશ્કેલી પડે?

મહત્વનું છે કે ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રસ્તો માત્ર થોડી મીનિટોની અંદર કપાઈ જાય તેને કાપતા ઘણો વધારે સમય લાગે છે.. ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ખરાબ રસ્તાને લઈ નિવદેન આપ્યું હતું.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. તમને રસ્તા પર વાહનચલાવતી વખતે તમને કેટલી તકલીફ પડે છે તે અમને કમેન્ટમાં જણાવજો..           



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.