Gujaratમાં ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની સંખ્યા પહોંચી એક લાખને પાર, રાજ્યમાં નોંધાઈ શિક્ષકોની ઘટ, જાણો શિક્ષણની નરી વાસ્તવિક્તા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-21 10:49:57

ગુજરાતમાં લથડતી શિક્ષણ પરિસ્થિતિને લઈ અનેક વખત વાતો કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓને ભણવામાં રૂચિ જાગે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. ભણે ગુજરાત, વાંચે ગુજરાત, શાળા પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. શિક્ષણ પાછળ સરકારી ચોપડે કરોડો રૂપિયા વાપરવામાં આવે છે પરંતુ શિક્ષણની સ્થિતિ શું છે તે આપણે સૌ જાણીએ છીએ. બાળકો અધવચ્ચે ભણવાનું છોડી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર રાજ્યમાં 1 લાખથી વધારે વિદ્યાર્થીઓએ શાળા છોડી છે. માત્ર અમદાવાદની વાત કરીએ તો 10 હજાર વિદ્યાર્થીઓએ ભણવાનું છોડી દીધું છે. વિદ્યાર્થીઓએ ધોરણ 8 પછી આગળના ધોરણમાં પ્રવેશ લીધો જ નથી. ત્યારે વિદ્યાર્થીઓ ફરી એક વખત ભણવાનું શરૂ કરે તે માટે ગાંધીનગરથી પરિપત્ર બહાર પાડ્યું છે. ભણવામાં ફરી ઉત્સાહ જાગે તે માટે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ આપ્યો છે. 


શિક્ષણ પાછળ સરકાર ખર્ચે છે કરોડો રૂપિયા 

બાળકોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. શાળાની અંદર દેશના ભવિષ્યનું ઘડતર થાય છે પરંતુ તે જ શાળાની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ગુજરાતનું શિક્ષણ એવા સ્તરે પહોંચ્યું છે કે શાળાઓમાંથી બાળકો નીકળી રહ્યા છે. ભણવાનું બાળકોને પસંદ આવતું નથી. ત્યારે એક આંકડો સામે આવ્યો છે જે ચોંકાવી દે તેવો છે. શિક્ષણ પાછળ સરકાર કરોડો ખર્ચે છે પરંતુ ભણવામાં વિદ્યાર્થીઓને કોઈ રસ જ ન હોય તેવું લાગે છે. 


ગુજરાત શિક્ષણની નરી વાસ્તવિક્તા

ગુજરાતમાં શિક્ષણની અવદશાની વાત કરીએ તો રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો પણ વધ્યો છે. એક લાખથી વધારે વિદ્યાર્થીઓએ શાળાને છોડી દીધી છે. વિગતવાર વાત કરીએ તો 32 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એવું પણ સામે આવ્યું છે કે 14652 શાળાઓ એવી છે જેમાં શાળામાં એક જ વર્ગ છે.  38 હજાર વર્ગખંડની ઘટ છે. 5612 સરકારી શાળાઓને મર્જ કરવામાં આવી છે અને આટલી શાળાઓને તાળા મારવામાં આવ્યા છે. અમદાવાદમાં 10 હજાર વિદ્યાર્થીઓએ ભણવાનું છોડ્યું છે. ભણે ગુજરાત, વાંચે ગુજરાતનો દાવો પોકળ સાબિત થયો છે. જે વિદ્યાર્થીઓએ શાળામાંથી ડ્રોપ આઉટ લીધો છે તે વિદ્યાર્થીઓને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.   


આ જિલ્લાઓમાં નોંધાયો સૌથી વધારે ડ્રોપઆઉટ રેશિયો 

જો આંકડાકિય માહિતીની વાત કરીએ તો ગત શૈક્ષણિક સત્રમાં ધોરણ 8માં 10 લાખ 21 હજાર 537 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આ વર્ષે ધોરણ 9માં 8 લાખ 24 હજાર 508 વિદ્યાર્થીઓને જ ટ્રેક કરી શકાયા, 12,785 રિપીટર વિદ્યાર્થીઓને પણ શિક્ષણ વિભાગે ટ્રેક કર્યા છે. કચ્છમાં રાજ્યમાં સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો નોંધાયો છે. કચ્છમાં ડ્રોપ આઉટ રેશિયો છે 26 ટકા, દ્વારકામાં 25 ટકા, બનાસકાંઠામાં 24 ટકા, છોટાઉદેપુર અને ડાંગમાં 23 ટકા હોવાનું સામે આવ્યું છે. તો દાહોદમાં 22 ટકા, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને બોટાદમાં 21 ટકા, તો ભાવનગર, જામનગર, અમરેલીમાં 20 ટકા ડ્રોપ આઉટ રેશિયો છે. અમદાવાદમાં પણ શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે. 10 હજાર વિદ્યાર્થીઓએ શાળામાં જવાનું બંધ કરી દીધું છે. 



ભણાવા સિવાય શિક્ષકોને આપવામાં આવે અનેક કામ 

એક તરફ શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. અનેક વખત એવું પણ જોવા મળ્યું છે કે વિદ્યાર્થીઓ તો શાળામાં હાજર હોય છે પરંતુ શિક્ષકો સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈ કામમાં વ્યસ્ત હોય છે, શાળામાં હોતા નથી. શિક્ષણની જવાબદારી સિવાય બીજી અનેક જવાબદારી શિક્ષકોને આપવામાં આવતી હોય છે. આવી પરિસ્થિતિમાં કેવી રીતે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે. સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય પ્રવૃત્તિની અસર શિક્ષણ કાર્ય પર પડે છે. આ તેનું ઉદાહરણ છે. મહત્વનું છે કે શિક્ષણની કથળતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગ એક્ટિવ મોડમાં આવ્યું છે. શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે સરકાર દ્વારા પહેલ શરૂ કરવામાં આવશે.       

 

એક જ ક્લાસરૂમમાં ભણે છે અલગ અલગ વર્ગના બાળકો 

મહત્વનું છે કે એવી અનેક શાળાઓ છે જ્યાં શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ તો આવે છે પરંતુ શિક્ષકો નથી હોતા અથવા તો ભણવા માટે ઓરડા નથી હોતા. શિક્ષણ વિભાગની પરિસ્થિતિને જોતા એક પ્રશ્ન થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? ક્યાંક શાળાઓ નથી તો ક્યાંક શિક્ષકો નથી. એક જ ક્લાસરૂમમાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને ભણવાવવામાં આવે છે. શિક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ તેનું પરિણામ નથી આવતું. શિક્ષણની સ્થિતિ પ્રતિદિન કથળતી જઈ રહી છે.   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે