BJPમાં પડ્યું વધુ એક રાજીનામું, ગુજરાત પ્રદેશ મહામંત્રી બાદ આ શહેરના મહામંત્રીએ છોડ્યું કે છોડવું પડ્યું પોતાનું પદ? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-05 19:03:06

ભાજપમાં ચાલી રહેલા આંતરિક ડખા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. સવારે એક સમાચાર સામે આવ્યા કે ગુજરાતના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ અલગ અલગ પાર્ટીના નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી, કોંગ્રસના નેતા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.

રાજીનામા પર અલગ અલગ નેતાઓએ આપી પ્રતિક્રિયા

પ્રતિક્રિયા આપતા અમિત ચાવડાએ કહ્યું કે પ્રદીપસિંહનું રાજીનામું પાર્ટીનો અંગત વિષય છે. પ્રદેશ પ્રમુખ સામે આક્ષેપ વાળી પત્રિકાઓ ફરે છે. તપાસમાં એમના જ કાર્યકરોની ક્યાંક સંડોવણી સામે આવે છે. પાર્ટીનો આંતરિક અસંતોષ હોય તેવું લાગી રહ્યું છે. તે સિવાય હેમાંગ રાવલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.  તો આમ આદમી પાર્ટીથી મનોજ સોરઠિયાએ પ્રતિક્રિયા આપી છે. આપના નેતાએ આક્ષેપ સાથે કહ્યું કે, ભાજપના ઘરમાંથી ઊઠેલો ધુમાડો સાબીત કરે છે કે, કંઈ ગંભીર રંધાઈ રહ્યું છે. ભાજપના કદ્દાવર નેતા અને મહામંત્રી એવા પ્રદીપસિંહ વાઘેલાની ભ્રષ્ટાચારમાં સંડોવણી બહાર આવતા તેમને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. એટલુ જ નહી પણ કમલમ પર પ્રવેશબંધી કરવામાં આવી છે તે બાબત ગંભીર છે. મને એક વાત નથી સમજાતી કે આ તમામ ભ્રષ્ટાચારોને ઢાંકવાના પ્રયાસો સરકાર તરફથી કેમ કરવામાં આવે છે?


વડોદરા શહેર ભાજપ મહામંત્રીએ પણ ધરી દીધું રાજીનામું

આ બધા વચ્ચે એક જ દિવસમાં ભાજપમાં એક બીજા પદાધિકારીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એક જ દિવસમાં બે પદાધિકારીઓના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીએ પણ ત્રણ-ચાર દિવસ પહેલા અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. 


એકા-એક રાજીનામા પડવાથી રાજનીતિ ગરમાઈ 

મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનને કારણે તેમજ શિસ્તતાને કારણે વખણાય છે. એવું કહેવાય છે કે જો એક વખત કોઈ નિર્ણય લેવામાં આવે તો કોઈ પણ તે નિર્ણયનો વિરોધ નથી કરતા. જૂથવાદ ભાજપમાં પણ છે તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. પરંતુ જૂથવાદ ભાજપમાંથી પણ ધીમે ધીમે સામે આવી રહ્યું છે. સી.આર.પાટીલ હાલ ચર્ચામાં છે પરંતુ અચાનક અંગત કારણોસર આપવામાં આવતા રાજીનામાને કારણે આવનાર સમયમાં રાજનીતિ વધુ ગરમાઈ શકે છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે