ફરી એક વખત સર્જાઈ ટ્રેન દુર્ઘટના, Ajmer નજીક સાબરમતી Trainના ડબ્બા પાટા પરથી ઉતર્યા, સદનસીબે જાનહાની ટળી પરંતુ....


  • Published By :
  • Published Date : 2024-03-18 13:36:47

એક સમય હતો જ્યારે રોડ અકસ્માતની ઘટના બનવી સામાન્ય હતી પરંતુ હવે ટ્રેન અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને તે ઘણી જોખમી વાત છે. અનેક એવા ઉદાહરણો આપણી સામે છે જેમાં ટ્રેનની ટક્કર થાય છે અને ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે. ઓડિશામાં બનેલી દુર્ઘટના તો ના જ ભૂલાય. આ બધા વચ્ચે ફરી એક વખત ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. અમદાવાદની સાબરમતી એક્સપ્રેસનો અજમેરમાં અકસ્માત થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આ અકસ્માત સવારે 1.00 વાગ્યાની આસપાસ બની છે. 

4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા...! 

ટ્રેન અકસ્માતની અનેક ઘટનાઓ આપણી સામે છે અને તેમાં પણ ઓડિશામાં બનેલી ભયાનક દુર્ઘટના કેવી રીતે ભૂલાય? તે રેલ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ જતા રહ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. તે બાદ રેલવે દુર્ઘટનાના અનેક સમાચાર આપણી સામે  આવ્યા છે. તે વખતે પણ અનેક ટ્રેનોના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા ત્યારે ફરી એક વખત ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જે ટ્રેનને અકસ્માત નડ્યો છે તે ટ્રેન છે અમદાવાદની સાબરમતી એક્સપ્રેસ. અજમેર નજીક આ અકસ્માત સર્જાયો છે અને ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનાને કારણે અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી... મહત્વનું છે કે આવી દુર્ઘટનાઓ સતત વધી રહી છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે