Brijbhushan singhના વિરૂદ્ધ વધુ એક કુસ્તીબાજે Padma Shri પરત આપવાની કરી જાહેરાત! Sakshi Malik માટે કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-12-23 16:48:47

થોડા મહિનાઓ પહેલા દિલ્હીના જંતર મંતર ખાતે મહિલા કુશ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ધરણા કર્યા હતા.  થોડા દિવસો પહેલા સંજયસિંહ WFIના પ્રમુખ બન્યા.સંજયસિંહને બ્રિજભૂષણ શરણસિંહના નજીકના માનવામાં આવે છે. પરિણામ આવ્યા બાદ ખેલાડીઓમાં નારાજગી જોવા મળી રહી છે. પહેલા સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી, તે બાદ બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી ત્યારે હવે શ્રેણીમાં વિરેન્દ્રસિંહ પણ આવ્યા છે. તેમણે પણ પદ્મ શ્રી એવોર્ડ પરત કરવાની વાત કરી છે.   

કુસ્તીબાજોમાં જોવા મળી નારાજગી

દિલ્હીના જંતર મંતર ખાતે મહિલા કુશ્તીબાજોએ યૌન શોષણના આરોપ સાથે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ધરણા કર્યા હતા. બેઠકોનો અનેક દોરો ચાલ્યો તે બાદ કુસ્તીબાજોએ ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. પરંતુ તે બાદ આ વિવાદ ત્યારે છેડાયો જ્યારે બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવતા વ્યક્તિ એવા સંજયસિંહને WFIના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.


બજરંગ પુનિયાએ કરી મેડલ પરત આપવાની જાહેરાત 

WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના આરોપ સાથે દેશને ગૌરવ અપાવનારા કુસ્તીબાજો રસ્તા પર ઉતર્યા હતા અને વિરોધ કર્યો હતો. સંજયસિંહની જીત બાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તે બાદ સાક્ષીના સમર્થનમાં બજરંગ પુનિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને પોતાનો એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી હતી.


બજરંગ પુનિયાએ લખ્યો હતો પત્ર

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. લેટર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. તેમને કહેવા માટે મારો આ પત્ર છે, આ મારું નિવેદન છે. આ પત્રના અંતમાં બજરંગે લખ્યું- અમે જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જતા ત્યારે સ્ટેજ ડાયરેક્ટર અમને પદ્મશ્રી, ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર વિજેતા કુસ્તીબાજો કહીને અમારી ઓળખાણ કરાવતા, તો લોકો ખૂબ જ ઉત્સાહથી તાળીઓ પાડતા. હવે જો કોઈ મને આ રીતે બોલાવશે તો મને અણગમો થશે કારણ કે આટલું સન્માનિત જીવન જે દરેક મહિલા રેસલર જીવવા માંગે છે તેનાથી તેને વંચીત કરી દેવામાં આવી છે.  


સોશિયલ મીડિયા પર વિરેન્દ્રસિંહે કરી જાહેરાત  

ત્યારે હવે વધુ એક ખેલાડીએ પોતાનું મેડલ પાછું આપવાની જાહેરાત કરી છે. વિરેન્દ્રસિંહે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને જણાવ્યું કે હું મારી બહેન અને દેશની દીકરીના સમ્માન માટે પદ્મશ્રી એવોર્ડ પરત આપી રહ્યો છું. માનનીય પ્રધાનમંત્રીજી મને ગર્વ છે સાક્ષી મલિક પર. પોતાના ટ્વિટ પર નિરજ ચોપરા અને સચિન તેંડુલકરને પણ ટેગ કર્યા છે. મહત્વનું છે કે માત્ર બે દિવસમાં બે ખેલાડીઓએ પોતાના મેડલ પરત આપવાની જાહેરાત કરી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે