રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્કા-વિરાટને પણ મળ્યું આમંત્રણ, 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે સેલિબ્રિટિઝ


  • Published By :
  • Published Date : 2024-01-16 20:49:31

હાલ દેશમાં રામ મંદિરને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સર્વત્ર આતુરતા જોવા મળી રહી છે, આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા સેલેબ્સ, ક્રિકેટરો અને રાજકારણીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. હવે તાજેતરમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પણ અયોધ્યા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે.


અનુષ્કા અને વિરાટને આમંત્રણ મળ્યું 


રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશ અને દુનિયાના ઘણા લોકોને ખાસ આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલીને પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. સ્વાભાવિક રીતે, જ આ પહેલા ઘણા અન્ય સેલેબ્સ અને ક્રિકેટરોને પણ આ આમંત્રણ મળી ચૂક્યું છે.


ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ


આ સ્પેશિયલ ફંક્શનમાં હાજરી આપવાનું આમંત્રણ સ્વિકારતા હોય તેવો બંનેનો એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં કપલ આમંત્રણ કાર્ડ સાથે પોઝ આપતા જોવા મળે છે. આ કપલ હાથમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કોર્ડ સાથે કેમેરા સામે પોઝ આપતા જોઈ શકાય છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં અનુષ્કા શર્મા સફેદ રંગનો અલરકાલી સૂટ પહેરેલી જોવા મળે છે. તેના કપાળ પર બિંદી, મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તે ખૂબ જ સરળ અને સુંદર દેખાઈ રહી છે. વિરાટ કોહલી ડેનિમ શર્ટ સાથે સફેદ પેન્ટ પહેરેલો જોવા મળે છે.


અનેક સેલેબ્સને મળ્યું આમંત્રણ


22 જાન્યુઆરી માટે ઘણા સેલેબ્સ અને ક્રિકેટર્સને મળ્યું આમંત્રણ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અગાઉ ઘણા સેલેબ્સ અને ક્રિકેટર્સને આ આમંત્રણ મળ્યું છે. હાલમાં જ ક્રિકેટર ધોની અને સિંગર આશા ભોંસલેને પણ આમંત્રણ મળ્યું હતું. આ ઉપરાંત અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર, અનુપમ ખેર, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, અરુણ ગોવિલ અને અજય દેવગનને પણ સમારોહમાં હાજરી આપવા માટે કાર્ડ મળ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે સાઉથના ઘણા સુપરસ્ટાર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.