BRTS કોરિડોરમાં અન્ય વાહન ન ચલાવવા લોકોને કરાઈ અપીલ, અનેક વખત ટ્રાફિકથી બચવા લોકો કરે છે કોરિડોરનો ઉપયોગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-14 10:59:21

રાજ્યના અનેક શહેરોમાં BRTS બસ સેવા શરૂ કરવામાં આવી છે. લોકોને આવન-જાવન માટે સુવિધા રહે તે માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં પણ બીઆરટીએસ બસની સુવિધા છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં બીઆરટીએસ તેમજ એમએટીએસ બસની અડફેટે આવતા લોકોના મોત થઈ જતા હોય છે. અનેક કિસ્સાઓમાં આપણે વાંક બસ ડ્રાઈવરનો કાઢતા હોઈએ છીએ પરંતુ સંપૂર્ણ પણે અનેક કિસ્સાઓમાં વાક બસ ડ્રાઈવરોનો નથી હોતો!

ટ્રાફિકથી બચવા માટે વાહનચાલકો BRTS કોરિડોરમાં ચલાવે છે વાહન  

બીઆરટીએસ બસ માટે અલગ રસ્તો બનાવવામાં આવ્યો છે. પરંતુ અનેક લોકો તે બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિકથી બચવા માટે વાહન ચલાવતા હોય છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદ બીઆરટીએસના અધિકારીઓએ ઝુંબેશ ચલાવી છે. લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે બીઆરટીસ બસ કોરિડોરમાં માત્ર બસને જ પસાર થવા દો. અનેક વખત આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે નોર્મલ રસ્તા પર ટ્રાફિક દેખાય તો સમય બચાવવા માટે આપણે વાહન કોરિડોરમાં ચલાવતા હોઈએ છીએ. વાહનચાલકો ઉપરાંત સવારે લોકો ચાલવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. અનેક બીઆરટીએસ કોરિડોર તો એવા છે જ્યાં બાળકો રમતા પણ દેખાય છે. જો આવા સમયે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?



BRTS કોરિડોર બસ માટે છે તે લોકોને સમજાવાયું! 

લોકો બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવે તો બીઆરટીએસ બસ કયાં જશે?  ટ્રાફિકથી બચવા માટે લોકો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ બીઆરટીએસ બસ કયા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે? બીઆરટીએસ કોરિડોરમાં અનેક વખત બહુ બધા વાહનો હોવાને કારણે બસને ઉભા રહેવું પડે છે. અનેક વખત રસ્તા પર વાહન ચાલકો આવી જાય છે તો કોઈ વખત રખડતા પશુઓ આવી જાય છે. ત્યારે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે બીઆરટીએસ રસ્તા પર માત્ર બીઆરટીએસ બસને જ પસાર થવા દો. ત્યારે જોવું રહ્યું કે અમદાવાદીઓને જે સમજાવવામાં આવ્યું છે તેમનું અમલીકરણ લોકો કરે છે કે પછી...  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.