દિલ્હીમાં આજે AQI 400ને પાર, ફરી અમલી બન્યું ઓડ-ઈવન, 13થી 20 નવેમ્બર સુધી થશે કડક અમલ


  • Published By :
  • Published Date : 2023-11-06 15:31:31

રાજધાની નવી દિલ્હીમાં ફરી એક વખત વાયુ પ્રદુષણે ચિંતા વધારી છે, રાજ્યની કેજરીવાલ સરકારે વધતા વાયુ પ્રદુષણને ફેલાતું રોકવા માટે ફરી એક વખત એડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઓડ-ઈવન આગામી  તારીખ 13થી 20 નવેમ્બર સુધી અમલી બનશે. સરકારના નિર્ણય મુજબ દિલ્હીમાં બીએસ 3 અને બીએસ 4 ડીઝલ કાર પર પ્રતિબંધ યથાવત રહેશે. તે ઉપરાંત દિલ્હીમાં હવે છઠ્ઠી, 8મી, 9મી, અને 11મીની ફિઝિકલ ક્લાસ 10 નવેમ્બર સુધી બંધ રહેશે. ઉલ્લેખનિય છે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ દિલ્હીમાં આજે સોમવારે સવારે વાયુ પ્રદુષણ ઈન્ડેક્સ  (AQI) 400ને પાર પહોંચી ગયો હતો, જે અત્યંત 'ગંભીર' કેટેગરી માનવામાં આવે છે. 


કયા-કયા દિવસે ચાલશે ગાડીઓ?


દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે વાયુ પ્રદુષણને જોતા રાજ્યમાં ફરી એક વખત ઓડ-ઈવન સિસ્ટમ અમલી બનાવવામાં આવશે, આ પ્રણાલી 13થી 20 નવેમ્બર સુધી એક સપ્તાહ સુધી અમલી રહેશે, ત્યાર બાદ તેની સમીક્ષા કર્યા બાદ જે પ્રમાણે પ્રદુષણની પરિસ્થીતી રહેશે તે મુજબ તેની સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવશે. ઓડ-ઈવન દરમિયાન 1,3,5,7 અને 9 નંબરવાળી ગાડીઓ (જેની પાછળ આ નંબર છે) તે જ ચાલશે, ઈવનવાળા દિવસે જે ગાડીઓના નંબરની લાસ્ટમાં 0,2,4,6, અને 8 નંબર છે તે જ ગાડીઓ માર્ગો પર ચાલશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે