અરવલ્લી: ધનસુરામાં નરાધમે મિત્રની 4 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી કરી હત્યા, ઘટના બાદ પંથકમાં હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-31 17:50:48

અરવલ્લીના ધનસુરા પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે મિત્રતાના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન સામે આવ્યો છે આ ઘટનામાં 4 વર્ષની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી નાખવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના એક ગામમાંથી ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પિતાના મિત્રએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ અને બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી, આ ઘટના બાદ ગ્રામજનોએ આરોપીને પકડીને માર માર્યો અને પોલીસને હવાલે કરી દીધો હતો. આ ઘટના બાદ પંથકમાં હાહાકાર મચી ગયો છે. લોકો હેવાન મિત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. 


શું છે સમગ્ર મામલો?


અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિનોલ કેશરપુરા ગામમાં ચાર વર્ષની બાળકીને એક નરાધમ યુવકે પોતાની હવસનો શિકાર બનાવી હતી. ઘટના એવી છે કે, ધનસુરા તાલુકાના એક ગામમાં એક નરાધમે પોતાની મિત્રની ચાર વર્ષની બાળકી પર નજર બગાડી હતી, જ્યારે તેને મોકો મળ્યો તો તેને બાળકીને પોતાના ઘરમાં લઇ ગયો હતો, નરાધમની હેવાનિયત એટલી હદે દેખાઇ કે તેને ઘરમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું, તેને બચકાં ભર્યા અને બાદમાં ઘરમાં જ તેની હત્યા કરી નાંખી હતી. બાળકી ગુમ થતા તેના પિતા અને ગ્રામજનો શોધખોળ કરતા હતા અને આરોપીના ઘરે રમવા જતી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આરોપીએ તેના જ ઘરમાં ખાટલા ઉપરથી બાળકી નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.આ ગંભીર ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્યએ પણ આ કેશ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત કરી છે. આરોપીનું નામ જ્યંતિભાઈ અરખાભાઈ પરમાર હોવાનું ખુલ્યું છે. 


કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા માગ


આ ઘટનાની જાણ ગામ લોકોને થઇ જતાં ગ્રામજનોએ આરોપી જ્યંતિભાઈ અરખાભાઈ પરમારને બરાબરનો ફટકાર્યો હતો, બાદમાં આ બનાવની જાણ  થતા પોલીસ પણ દોડી આવી હતી. લોકોએ આરોપી જ્યંતિભાઈ અરખાભાઈ પરમારને પોલીસને હવાલે કરી દીધો હતો. હાલમાં અરવલ્લી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધનસુરા પોલીસ સહિત ડી વાય એસ પી, એલ સી બી , એસ ઓ જી બાયડ સી પી આઇ સહિત ઉચ્ચપોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હતો આરોપી ને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે. ઘટનાને લઈ લોકોએ પોલીસ સમક્ષ રોષ ઠાલવ્યો હતો. આ ઘટનાને પગલે રીતસર હડકંપ મચી ગયો છે. આ ગંભીર ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્યએ પણ આ કેશ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત કરી છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.