પાલનપુરમાં આવતી કાલથી ભવ્ય અર્બુદા મહોત્સવનો પ્રારંભ, 10 લાખથી વધુ લોકો હાજરી આપશે


  • Published By :
  • Published Date : 2023-02-02 21:14:45

બનાસકાંઠાના પાલનપુરમાં આવતી કાલથી અર્બુદા રજત જયંતી મહોત્સવનો હર્ષોલ્લાસભેર પ્રારંભ થશે. અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતી મહોત્સવનું આયોજન પાલનપુરમાં આદર્શ વિદ્યાલય ખાતે  કરવામાં આવ્યું છે. આ રજત જયંતી મહોત્સવ નિમિત્તે 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 3થી 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા અર્બુદા મહોત્સવમાં લગભગ 10 લાખ કરતા પણ વધારે ભક્તો ઉમટે તેવી સંભાવના છે. બનાસકાંઠાના ચૌધરી -આંજણા સમાજ દ્વારા પાલનપુરમાં અર્બુદા માતાજીની રજત મહોત્સવની ઉજવણી શરૂ કરાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહોત્સવમાં હાજરી આપશે.


આજે નિકળી માતાજીની શોભાયાત્રા


અર્બુદા રજત મહોત્સવને લઈને આજે પાલનપુરના અર્બુદાધામથી પારંપરિક વસ્ત્રો અને ઢોલ-નગારાં અને હાથી-ઘોડા સાથે 12 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં એક લાખ લોકો જોડાયા અને આ શોભાયાત્રા પાલનપુર શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. શોભાયાત્રાનું અનેક જગ્યાએ ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ આજે સાંજે દરેક ગામોના મંદિરોમાં મહાઆરતી યોજાઈ અને પાલનપુરના અર્બુદાધામમાં 50 હજાર લોકો મહાઆરતી કરી હતી.


ભવ્ય યજ્ઞ શાળા તૈયાર કરાઈ


આ રજત જયંતી મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસથી કામ કરતાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. આ યજ્ઞમાં 600 ભૂદેવ ઉપસ્થિત રહેશે અને 1500 યજમાન મહાયજ્ઞ શાળામાં આહુતિ આપશે. આ સહસ્ત્ર ચંડી યજ્ઞ માટે બે લાખ ફૂટ જગ્યામાં ભવ્ય યજ્ઞ શાળા તૈયાર કરવામાં આવી છે. માતાજીના આ મહોત્સવમાં 7 માળની યજ્ઞશાળાનું દેશી ગાયના છાણથી ચૌધરી સમાજની બહેનોએ લીંપણ કર્યું હતું. 


10 લાખથી વધુ લોકો લેશે પ્રસાદ 


પાલનપુર અર્બુદા ધામ ખાતે સમગ્ર રાજ્ય ઉપરાંત દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી ચૌધરી સમાજના લોકો આ યજ્ઞનાં દર્શન માટે આવશે. મહોત્સવ માટે 10 લાખથી વધુ લોકોના ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૌધરી સમાજની 5 હજારથી વધુ બહેનોએ ભોજન પ્રસાદ માટે 5 લાખ લાડુ બનાવ્યા છે. આ લાડુ બનાવવામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ યજ્ઞમાં ત્રણ દિવસ સુધી તમામ સમાજના લાખો લોકો ભોજન પ્રસાદ લેશે.


રાત્રે લોકડાયરાનું આયોજન


પાલનપુરના અર્બુદાધામમાં ચૌધરી-આંજણા સમાજની 5 હજાર જેટલી બહેનોએ માતાજીના નામની મહેંદી મૂકાવી છે. બનાસકાંઠાના તમામ ગામડાઓમાં સામુહિક સફાઈ કરાયા બાદ ચૌધરી-આંજણા સમાજની બહેનોએ પણ દરેક ગામોમાં એકત્રિત થઈને સામુહિક માતાજીના નામની મેહેંદી પોતાના હાથમાં મૂકી હતી. આ અર્બુદા મહોત્સવના આયોજનના ત્રણ રાત્રી દરમિયાન ભવ્ય લોકગીત અને ડાયરાનું આયોજન કરાયું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.