વિપુલ ચૌધરીનાં સમર્થનમાં બાસણામાં ઉમટ્યો ચૌધરી સમાજ, ભાજપ સામે કર્યા આકરા પ્રહારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 16:38:41

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીની ધરપકડનાં વિરોધમાં આજે મહેસાણાના બાસણા ગામ ખાતે અર્બુદા સેના દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અર્બુદાધામ ખાતે હજારોની સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો એકઠા થયા છે અને ભાજપ તથા રાજ્ય સરકારનો વિરોધ કરી રહ્યાં છે. 

આંજણા ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન

વિપુલ ચૌધરીના સમર્થનમાં ઉત્તર ગુજરાતમાં અર્બુદા સેના અને આંજણા ચૌધરી સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. અર્બુદા સેના દ્વારા અનેક સ્થળે રેલીઓ યોજવામાં આવી રહી છે અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. આજે બાસણામાં રાજ્ય સરકાર અને ભાજપને સમાજની શક્તિ દર્શાવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના દરેક ખૂણેથી આંજણા ચૌધરી સમાજના લોકો વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કરવા પહોંચ્યા છે.

ભાજપ તારી ભૂલ,કરમાય જશે ફૂલના બેનરો સાથે લોકો ઉમટી પડ્યા  


વિસનગરના 24 ગામોએ ભાજપના નેતાઓનો કર્યો  બહિષ્કાર 

ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના લોકપ્રિય નેતા વિપુલ ચૌધરીની ધરપકડના જોરદાર પડઘા પડ્યા છે. વિસનગરના 24 ગામમાં અર્બુદા સેના દ્વારા ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ માટે પ્રતિબંધ લગાવાયો છે. ગામની બહાર ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. વિસનગરના દઢીયાર, મગરોડા, ખરવડા, બાસના, ચિત્રોડા, ચિત્રોડીપુરા, મેઘા અલિયાસના, ગુજાળા, તરભ, ખંડોસન, કાજી આલિયાસના, પાલડી, કિયાદરા, છોગાળા, ગુંજા, ઉદલપુર, કામલપુર, રામપુરા, રાવળા પુરા, રામપુરા, ખડલપુર, બાકરપુર, રંગાકુઈ, રંડાલા ગામમાં પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

વિપુલ ચૌધરીની ધરપકડ શા માટે થઈ?

વિપુલ ચૌધરીની દૂધ સાગર ડેરીમાં ગેરરીતિ આચરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જે બાદ હવે આ સમગ્ર મામલે તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, વિપુલ ચૌધરીની મહેસાણા ACBએ 800 કરોડ રૂપિયાના મની લૉન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી છે. તેમના CA શૈલેશ પરીખની પણ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય વિપુલ ચોધરીના પત્ની અને તેમના પુત્ર પર પણ ઈન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે