ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટર બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષની વયે નિધન, PM મોદીએ પણ શોક વ્યક્ત કર્યો


  • Published By :
  • Published Date : 2023-01-24 14:29:20

ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટર બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીનું આજે 95 વર્ષની વયે નિધન થયું છે. બીવી દોશીના નામથી ઓળખાતા આર્કિટેક્ટને વર્ષ 2018નું પુલિત્ઝર પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું હતું. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.


બાલકૃષ્ણ દોશીએ અમદાવાદને નવી ઓળખ આપી


બાલકૃષ્ણ દોશીએ અમદાવાદની ઓળખ ગણાતા એવા IIMના તેઓ આર્કિટેક્ટ હતા. IIM-A ઉપરાંત  CEPT યુનિવર્સીટી, IIM ઉદયપુર, IIM બેંગ્લોર, NIFT દિલ્હીની ડિઝાઈન તૈયાર કરી હતી. આ ઉપરાંત તેમણે લુઈ કાહ્ન સાથે સહયોગી તરીકે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટના અમદાવાદના ભવનનું કામ કર્યું હતું અને એક દાયકા સુધી તેઓ જોડાયેલા રહ્યા હતા. અમદાવાદમાં શ્રેયસ સ્કૂલ, સેપ્ટ યુનિવર્સિટી, અટીરા ગેસ્ટ હાઉસ, પ્રેમાભાઈ હોલ, ટાગોર હોલ, અમદાવાદની ગુફા, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ વગેરે તેમની જાણીતી ડિઝાઈન્સ છે.


બાલકૃષ્ણ દોશીનો જન્મ અને શિક્ષણ


બી.વી. દોશીનો જન્મ 1927માં પૂણેમાં થયો હતો. તેમનો પરિવાર ફર્નિચર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તેમણે જે.જે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં અભ્યાસ કર્યો તે અગાઉ ચાર વર્ષ સુધી પેરિસમાં કે કોર્બુઝી સાથે વરિષ્ઠ ડિઝાઈનર (1951-55) તરીકે કામ કરતા હતા. આ ઉપરાંત ભારતમાં પણ ચાર વર્ષ સુધી તેમણે કેટલાક પ્રોજેક્ટ્સ સંભાળ્યા હતા. આ પહેલા બી.વી. દોશીને સ્થાપત્ય ક્ષેત્રનો પ્રિત્ઝર પ્રાઈઝ અવોર્ડ 2018માં એનાયત કરાયો હતો. બી.વી.દોશીને માર્ચ 2018માં પ્રિત્ઝર આર્કિટેક્ચર એવોર્ડ એનાયત થયો હતો, જેને આર્કિટેક્ટ ક્ષેત્રનો મોટો નોબલ પુરસ્કાર મનાય છે. બી.વી.દોશી આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય આર્કિટેક્ટ હતા. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.