શું સાચે કોરોનાની સાઈડઈફેક્ટથી વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ? આ અંગે ડોક્ટરે જણાવ્યું કારણ, સાંભળો ડોક્ટરે શું આપી સલાહ?


  • Published By :
  • Published Date : 2023-07-04 10:07:22

પહેલા લોકો એવું માનતા હતા કે હૃદય રોગનો હુમલો માત્ર મોટી ઉંમરના વડીલોને જ આવતા હોય છે. શરીર નબળું પડી જવાને કારણે તેમજ શારીરિક ક્રિયાઓ ઓછી થવાને કારણે હાર્ટ એટેક આવતા હોય છે. થોડા સમય પહેલા યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા, કોઈ ક્રિકેટ રમતા રમતા અચાનક ઢળી પડે છે અને જ્યારે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે ત્યારે તેમને ડોક્ટર મૃતજાહેર કરી દેતા હોય છે. થોડા સમય પહેલા હાર્ટ સ્પેશિયાલિસ્ટ પણ હાર્ટ એટેકનો શિકાર બની ગયા હતા. હજારો લોકોની સર્જરી કરનાર ડોક્ટરને પણ ખબર ન હતી તે હાર્ટ એટેકનો શિકાર બનશે. ત્યારે થોડા દિવસોથી વિદ્યાર્થીઓ તેમજ નાની ઉંમરના લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.


અનેક બાળકોને આવ્યો છે હાર્ટ એટેક 

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. એકદમ ફિટ લાગતા લોકો ગમે ત્યારે ઢળી જાય છે અને મોતને ભેટે છે. કોઈ વખત ડાન્સ કરતા કરતા તો કોઈ વખત રમત રમતી વખતે આ હાર્ટ એટેક આવે છે અને તે મોતને ભેટે છે. ત્યારે ગઈકાલે  એક જ દિવસમાં નાની ઉંમરના બે લોકોનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. દસમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ગુરૂપૂર્ણિમાની તૈયારી કરી રહ્યો હતો. સ્ટેજ પર હતો ત્યારે તે અચાનક ઢળી પડયો. જે મસ્તક જે હાથ ગુરૂના ચરણોમાં પડવાના હતા તે અચાનક બંધ પડી ગયા. વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ગઈકાલે જ નારિયેળના બગીચામાં કામ કરતો યુવક હાર્ટ એટેકનો ભોગ બની ગયો હતો. તે પહેલા પણ શાળામાં ભણતી વિદ્યાર્થીની પણ હાર્ટ એટેકનો ભોગ બની હતી. સીડી ચઢી રહી હતી તે દરમિયાન તે પડી ગઈ અને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવી હતી.


સાંભળીએ ડોક્ટરે શું આપી માહિતી?

વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ જમાવટની ટીમે ડોક્ટરનો સંપર્ક કર્યો હતો અને તેમણે સમજાવ્યું કે આ કારણોને લઈ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જાણીએ કયા સાવચેતીના પગલા લેવા ડોક્ટરે સમજાવ્યું?   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.