TET-TAT ઉમેદવારોના સમર્થનમાં Arjun Modhvadiya,શિક્ષણના ખાનગીકરણ અને જ્ઞાન સહાયક પર તેમણે સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-08-26 13:57:51

TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ભાવિ શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો છે. અનેક ધારાસભ્ય ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે ત્યારે હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે સરકાર જ્ઞાન સહાયક યોજના બંધ કરી નવી શિક્ષણ નીતિ મુજબ પ્રતિ 25 વિદ્યાર્થી 1 શિક્ષકના રેશિયો મુજબ કાયમી શિક્ષકોની ભરતી કરે અને શિક્ષણમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિ બંધ કરે.

અર્જુન મોઢવાડિયા આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

અત્યારે ભાવિ શિક્ષકો ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના બંધ કરવા માટે લડી રહ્યા છે. કારણ કે તેમનો તર્ક છે કે આટલા વર્ષ સુધી અમે કોન્ટ્રાક્ટવાળી નોકરી નહોતી કરી, અમને કાયમી નોકરી જોઈએ છે. ઉમેદવારોએ રજૂઆત કરવા અનેક વખત પ્રયત્ન કર્યો. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. બીજીબાજુ સરકાર શિક્ષકોના ખાલી પદ ભરવા માટે તૈયારી કરી રહી છે કારણ કે 2017થી કોઈ પણ મોટી ભરતી કરવામાં નથી આવી. માટે અત્યારે સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધારવા શિક્ષકોની ખાલી જગ્યા ભરવી જરૂરી છે. આ બધી જ પરિસ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસના નેતાએ પ્રતિક્રિયા આપી છે.  


પ્રધાનમંત્રીની સહાયતા માગી TET-TATના ઉમેદવારોએ 

મુદ્દો તો ચારે બાજુથી ઘેરાઈ રહ્યો છે વિદ્યાર્થીઓએ પણ સરકાર ન માની તો પ્રધાનમંત્રીની મદદ માગી છે અને મધ્યસ્થતા કરવા અપીલ કરી છે. તેમણે વિનમ્ર ધમકી પણ આપી હતી કે સરકારને કોઈ તકલીફ ન પડે માટે પ્રધાનમંત્રી વચ્ચે મધ્યસ્થતા કરે અને જ્ઞાન સહાયક યોજના દૂર કરે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે