લોકસભા ચૂંટણી પહેલા Arjun Modhwadiya છોડશે કોંગ્રેસનો હાથ! જાણો રાજીનામા અંગે શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ જમાવટની ટીમને?


  • Published By :
  • Published Date : 2024-01-24 15:40:08

ચૂંટણી આવે તે સમય દરમિયાન ભાજપમાં ભરતી મેળો શરૂ થતો હોય છે સામાન્ય રીતે. પાર્ટીની સાથે છેડો ફાડી કેસરિયો નેતાઓ ધારણ કરી રહ્યા છે. એવી અટકળો, એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસના એક મોટા નેતા રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે. થોડા સમય પહેલા અર્જુન ખાટરિયા ભાજપ પાર્ટીમાં જોડાયા હતા. તે વખતે એવી વાતો વહેતી થઈ હતી કે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કહી શકે છે. અર્જુન મોઢવાડિયા ફ્રેબ્રુઆરીમાં ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી પણ સામે આવી હતી. પરંતુ જ્યારે જમાવટની ટીમે અર્જુન મોઢવાડિયાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે રાજીનામું નથી આપવાના. અર્જુન મોઢવાડિયાના રાજીનામા અંગેની વાત વહેતી થતા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે સ્પષ્ટતા આપી છે કે તે કોંગ્રેસમાં જ રહેવાના છે.   

ભાજપ વિપક્ષના ધારાસભ્યોને ખેંચી રહી છે!

ગુજરાતના બે પ્રતિષ્ઠિત સમાચાર માધ્યમોએ લખ્યું છે કે પોરબંદર કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ગુજરાત સમાચાર અને સંદેશ જેવા સમાચાર માધ્યમો દાવો કરે છે કે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. અને ભાજપ વિપક્ષના ધારાસભ્યો તોડી પોતાના તરફ ખેંચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એકબાદ એક નેતાઓ તે પછી કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના હોય કે પછી અપક્ષના તે એકબાદએક ભાજપમાં જોડાઈ રહ્યા છે. 

વિજાપુરના ધારાસભ્યએ પદ પરથી આપ્યું હતું રાજીનામું!

ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજીકી માહોલ પણ ગરમાઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપે તમામ જગ્યાએ મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરીને લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકો કહી રહ્યા છે કે ભાજપનું ઓપરેશન લોટ્સ ચાલી રહ્યું છે. અગાઉ કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય એવા વિજાપુરનાં ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને હવે તે પણ કેસરિયા કરવાના છે ત્યારે હવે આ ઓપરેશન લોટ્સમાં પોરબંદરની બેઠકના કોંગ્રેસનાં સિનિયર નેતા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોંઢવાડીયાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. 



રામ મંદિરને કારણે આવ્યા હતા ચર્ચામાં 

તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવાના કોંગ્રેસના નિર્ણયનો જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે X પર એક પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ‘ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.’ 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે