નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રી પદ છોડ્યું, રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું રાજીનામું, અર્જુન મુંડાને મળી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-12-07 23:22:17

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રાલયમાં પોતાનું પદ છોડી દીધું છે. તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિએ આ પદની જવાબદારી અર્જુન મુંડાને સોંપી છે. નરેન્દ્ર સિંહ તોમરના સ્થાને કેબિનેટ મંત્રી અર્જુન મુંડા કૃષિ મંત્રીની વધારાની જવાબદારી નિભાવશે. કેબિનેટ મંત્રી અર્જુન મુંડાને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો હવાલો આપવામાં આવશે.


આ મંત્રીઓની જવાબદારી વધી


આ સાથે જ કેટલાક અન્ય મંત્રીઓને પણ વધારાનો હવાલો સોંપવામાં આવશે. રાજ્ય મંત્રી શોભા કરંદલાજેને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવશે. રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવશે અને રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો હવાલો આપવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે