કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુનભાઈ મોઢવાડીયાના પિતા દેવાભાઈનું 96 વર્ષની વયે અવસાન


  • Published By :
  • Published Date : 2022-12-12 19:07:16

કોંગ્રેસના અગ્રણી નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના પિતાનું નિધન થયું છે. અર્જુન મોઢવાડિયાના પિતા દેવાભાઈએ 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી પોરબંદર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઈ છે.


આજે બપોરે નિકળી અતિમ યાત્રા


મોઢવાડા સ્થિત તેમના નિવાસ્થાનેથી આજે બપોરે 3 કલાકે તેમની અંતિમયાત્રા નીકળી હતી. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં પોરબંદર બેઠકથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા વિજેતા બન્યા હતા.


તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને હાર આપી હતી. તેમના પિતાના અવસાનના સમાચાર મળતા કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પોરબંદર પહોંચવા રવાના થયા હતા.




સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'