ગુજરાતમાં કોરોનાનું આગમન, ગાંધીનગરમાં બે મહિલાઓ કોરોના સંક્રમિત થતા હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-19 20:28:55

જે બાબતની છેલ્લા ઘણા સમયથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી તે અંતે સાચી પડી છે. ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ ગઈ છે.  ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને આવેલી 2 મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે. જો  કે બન્ને મહિલાઓએ વેક્સીનના બે ડોઝ લીધા છે. એક મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે  કોરોનાં પોઝિટિવ આવેલી બંને મહિલાઓ સેક્ટર-6 માં રહે છે. તેમના સેમ્પલ લઈ જીનોમ સિકવન્સ માટે મોકલી આપવામાં આવ્યા છે. 


બંન્ને મહિલાઓને હોમ આઈસોલેટ કરાઈ


ગાંધીનગરમાં પોઝિટીવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારત તેમજ કર્ણાટક ખાતે ફરી પરત ગાંધીનગર આવ્યા હતા. ત્યારે બંને વ્યક્તિને છેલ્લા ઘણા સમયથી શરદી, ખાંસી અને તાવ આવતો હતો. જે બાદ આરોગ્યની ટીમ દ્વારા બંને વ્યક્તિનો કોરોનાં રિપોર્ટ કર્યો હતો. જે બાદ બંને મહિલાનો કોરોનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ આરોગ્ય વિભાગ દ્વારા બંને મહિલાઓને હોમ આઈસોલેટ કરી તેઓની સારવાર ચાલી રહી છે. 


 કેરળમાં નવા સબવેરિયન્ટ JN.1નો કેસ આવતા સરકાર એલર્ટ


કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1 ની પૃષ્ટી થયા બાદ કેન્દ્ર સરકાર સતર્ક બની છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક તેમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી ઈશ્યું કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR ટેસ્ટ  સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG લેબોરેટરીમાં પોઝિટવ સેમ્પલ મોકલવાની સલાહ આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે કેરળની 79 વર્ષની એક મહિલામાં નવા સબવેરિયન્ટ JN.1ની પૃષ્ટી થઇ હતી. મહિલાનો 18 નવેમ્બરનો RT-PCR ટેસ્ટ રિઝલ્ટ આવ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે