કેજરીવાલ આપશે ગેરંટી, પણ એ ગેરંટીની 'ગેરંટી' કોણ આપશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 16:30:39

ફરી એકવાર ગુજરાત પ્રવાસે કેજરીવાલ, સૌરાષ્ટ્રના આ બે શહેરોની લેશે મુલાકાત


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે વિવિધ પાર્ટીઓના અગ્રણી નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગઈ છે. આવતી કાલે આપના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરીથી ગુજરાત પ્રવાસે આવશે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં કેજરીવાલ રાજ્યની જનતા માટે વધુ એક મોટી જાહેરાત કરી શકે છે.  કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા પછી એક કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારપછી 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં હાજરી આપશે.


ગુજરાતની પ્રજા માટે કરી શકે મોટી જાહેરાત


આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલ 2 સપ્ટેમ્બરના દિવસે દ્વારકા પધારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીષ નમાવશે. ત્યારબાદ તેઓ દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધશે. અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી બલરામની ધરતી પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત પણ કરવાના છે. 


કેજરીવાલના સમગ્ર કાર્યક્રમની વિગત


અરવિંદ કેજરીવાલ બપોરના સમયે દ્વારકામાં જનસભાને સંબોધશે.ત્યારપછી ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ઘ્વજારોહણ કરશે. તેઓ પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચશે. બીજા દિવસે એટલે કે 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં તે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ટાઉનહોલ કાર્યક્રમમાં સરપંચો સાથે સંવાદ કરશે. કેજરીવાલ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન આદિવાસીઓ માટે પણ મોટી જાહેરાત કરી શકે છે. 


ગેરંટીઓ પર ભાજપ-આપના સવાલ

કેજરીવાલ ગુજરાત આવીને એક પછી એક જાહેરાતો તો કરી રહ્યા છે પણ ભાજપ અને કૉંગ્રેસના  નેતાઓ આ ગેરંટીઓ પર જ સવાલ કરી રહ્યા છે કે દેડકાની જેમ ઉગી નીકળેલી પાર્ટીઓની ગેરંટીની ગેરંટી શું!



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે