AAP સત્તામાં આવશે તે રાજ્યોમાં હંગામી કર્મીઓને કાયમી કરશે: કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 18:42:06

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેર કરતા કહ્યું કે તેમની આમ આદમી પાર્ટી જે રાજ્યમાં સત્તામાં આવશે ત્યાં શોષણરૂપ હંગામી કર્મીચારીઓની પ્રથા બંધ કરશે અને હંગામી કર્મીઓને કાયમી કરી તમામ લાભો આપશે. તેમણે અન્ય રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારને પણ હંગામી કર્મચારીઓને કાયમી કરવાની ભલામણ કરી હતી.


પંજાબ સરકારે 8,736 શિક્ષકોને કાયમી કર્યા


પંજાબમાં આપની સરકારે 8,736 શિક્ષકોને કાયમી કરવાનો નિર્મણ લીધો હતો. કેજરીવાલે પંજાબની ભગવત માનની સરકારની પ્રસંશા કરતા શિક્ષકોને કાયમી કરવાના નિર્ણયને આવકાર્યો હતો. આ સાથે જ તેમણે જાહેરાત કરી કે જે પણ રાજ્યમાં આપની સરકાર આવશે તે રાજ્યમાં હંગામી કર્મચારીનો કાયમી કરશે.


કોન્ટ્રાક્ટ સિસ્ટમનો કર્યો વિરોધ


કેજરીવાલે સરકાર દ્વારા અપનાવાતી કોન્ટ્રાક્ટ સિસ્ટમની આકરા શબ્દોમા ઝાટકણી કાઢી હતી તેમણે  કહ્યું કે આ પ્રથા અત્યંત શોષણ કરનારી  છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નોકરીઓમાં ઘટાડો કરવાના પ્રયાસોને પણ તેમણે વખોડ્યો હતો. કેજરીવાલે સવાલ કર્યો કે જો અર્થતંત્ર પ્રગતિ કરી રહ્યું છે તો નોકરીઓમાં કાપ શા માટે મુકવામાં આવી રહ્યો છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે