ગુજરાત આવી અરવિંદ કેજરીવાલ કરી શકે છે અનેક જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 10:43:05

ગુજરાતમાં વિધાનસભા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતને ભાજપનો ગઠ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફરની શરૂઆત ગુજરાતથી થઈ હતી જે માટે ગુજરાતની રાજનીતિ પર સૌ કોઈ નજર રાખી રહ્યા છે. આમ આદમી પાર્ટી પર પોતાનું ધ્યાન ગુજરાત ચૂંટણી પર આપી રહ્યું છે. જેને લઈ આપના અનેક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ફરી એક વખત અરવિંદ કેજરીવાલ 25 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.  

     Ahead of Gujarat polls, Arvind Kejriwal promises 24x7 power supply, jobs |  Latest News India - Hindustan Times

ફરી એક વખત અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલવા જમીન આસમાન એક કરવા તત્પર છે. ભાજપ પણ આમ આદમી પાર્ટીને ગંભીરતાથી લઈ રહી છે. ભાજપના નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે અવાર-નવાર આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમની સાથે સાથે યુવાનોને આકર્ષવા માટે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે આ વખતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવી  રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવી રહેલા અરવિંદ કેજરીવાલ વધુ અનેકો જાહેરાત કરી છે. 


જાહેરાતો કરી શકે છે અરવિંદ કેજરીવાલ

ગુજરાતની પ્રજાનું દિલ જીતવા અરવિંદ કેજરીવાલે અનેક વાયદા-વચનો આપ્યા છે. ગુજરાતમાં જો આપની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. તેમજ 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે તેમજ બેરોજગારોને ભથ્થું આપવામાં આવશે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વખત જાહેરાતો અરવિંદ કેજરીવાલ કરતા હોય છે ત્યારે આ વખતે નવી જાહેરાત શું કરે છે તેની પર બધા ધ્યાન રાખી રહ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે