ગાંધીધામમાં અરવિંદ કેજરીવાલે આપ્યા લોકોને અનેક વાયદા!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 19:20:42

શું કહ્યું અરવિંદ કેજરીવાલએ ગાંધીધામમાં ?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન આજે કચ્છના પ્રવાસે છે. ત્યારે આજે અરવિંદએ ગાંધીધામમાં જાહેર સભા સંબોધી ત્યારે તેમણે કહ્યું  'મને આપ સૌના આશીર્વાદ મળ્યા છે એટલે ગુજરાતમાં હવે પરિવર્તન આવીને જ રહેશે. હું અહીંથી એલાન કરું છું કે, ડિસેમ્બરમાં સરકાર બનશે, 1 માર્ચથી વીજળીનું બિલ ઝીરો આવશે. 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓના એકાઉન્ટમાં દર મહિને 1000 રૂ. આપીશું.'


કઈ ગેરંટીની વાત કરી ?

ફરી એક વાર અરવિંદ કેજરીવાલએ એલાન કર્યું કે 'કચ્છના દરેક ગામડાઓમાં સ્કૂલો ખોલવામાં આવશે. તમારા છોકરાઓને સારું શિક્ષણ આપીશું, તમારા બાળકો મોટા થઇને તમારી ગરીબી દૂર કરશે, તમારું નામ રોશન કરશે. ઉપરાંત કહ્યું 'દિલ્હીમાં અમે સરકારી હોસ્પિટલોમાં સારવાર પણ મફત કરી દીધી છે. હું અહીંથી એલાન કરું છું કે કચ્છના દરેક જિલ્લાની અંદર એક મોટી સરકારી હોસ્પિટલ ખોલીશું. કોઇને પણ પ્રાઇવેટમાં જવાની જરૂર નહીં પડે. તમારી તમામ સારવારનો ખર્ચ અમે મફત કરી દઇશું.'


પંજાબમાં પણ વીજબિલ ઝીરો આવે છે : અરવિંદ કેજરીવાલ


અરવિંદ કેજરીવાલએ વીજળી બિલને લઈ ને કહ્યું 'અમે દિલ્હીમાં તમામ વીજબીલ ઝીરો કરી દીધા છે. પંજાબમાં પણ તમામના વીજબિલ ઝીરો કરી દીધા. દિલ્હી અને પંજાબના તમામના જૂના બિલ પણ માફ કરી દીધા છે. આથી હવે દિલ્હી અને પંજાબમાં વીજબિલ ઝીરો આવે છે.'



સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.