વડાપ્રધાનના સંબોધન પર અરવિંદ કેજરીવાલે ઉઠાવ્યો સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 18:18:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ જામ્યો છે. ઈલેક્શન નજીક આવતા રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના મોટા નેતાઓ મેદાનમાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન પર પ્રહાર કર્યા છે. 

PM Modi Gujarat Visit: पीएम मोदी बोले, गुजरात अर्बन नक्सलियों को युवाओं की  जिंदगी बर्बाद नहीं करने देगा - PM Modi inaugurates various schemes worth  over Rs 8000 crores in Bharuch Gujarat

કોંગ્રેસ પર વડાપ્રધાને કર્યા પ્રહાર

3 દિવસના ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન મોદી આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા છે. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા જ્યારે કોંગ્રેસનું નામ લઈને પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના લોકો બોલતા નથી, પરંતુ ગામડે ગામડે બેઠકો કરી રહ્યા છે. આ તેમની જૂની યુક્તિ છે. તેમણે કહ્યું કે મારે તમને સતર્ક કરવાના છે. આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી છે. આ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલે પ્રશ્ન ઉઠાવ્યો હતો. 

UP Elections 2022: Congress exudes confidence of winning 100 seats, says  miracles do happen in politics | The Financial Express

દિલ્હીના મુખ્યમંત્રીએ પૂછ્યો પીએમને સવાલ

અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને સવાલ પૂછ્યો કે શું પીએમ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે? આમ જોવા જઈએ તો તેમની વાત પણ સાચી છે. ભાજપના પ્રમાણે કોંગ્રેસનું ગુજરાતમાં અસ્તિત્વ જ નથી તો પોતાના સંબોધનમાં પીએમે શા માટે કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો? 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે